Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમારાં લગ્ન કરાવો, નહીંતર બળી મરીશું

અમારાં લગ્ન કરાવો, નહીંતર બળી મરીશું

Published : 13 March, 2026 01:18 PM | IST | Jalaun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસ્તા વચ્ચે આગ લગાવી, ખુદ પર પેટ્રોલ છાંટીને રોડ પર બેસી ગયેલાં યુવક-યુવતી જીદે ચડ્યાં...

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના ઓરાઈ શહેરમાં એક યુગલે રોડની વચ્ચે હાઈ વૉલ્ટેજ ડ્રામા શરૂ કરી દેતાં ટ્રાફિક જૅમ થઈ ગયો અને પોલીસ પણ ચિંતામાં પડી ગઈ. એક યુવક અને યુવતી લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ પરિવારજનોની રજામંદી ન હોવાથી તેઓ લગ્ન કરી શકતાં નહોતાં. પોતાની વાત મનાવવા માટે બન્નેએ શહેરના એક જાહેર રસ્તા પર પહોંચીને તમાશો કર્યો. થોડોક કચરાનો ઢેર ભેગો કરીને એમાં આગ લગાવી. એની બાજુમાં જ તેઓ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને બેસી ગયાં. બન્ને જોરજોરથી ચિલ્લાઈ રહ્યાં હતાં કે અમારાં લગ્ન કરાવો, નહીંતર આગમાં કૂદી જઈશું. પોલીસ તેમની નજીક જવાની કોશિશ કરતી હતી ત્યારે તેઓ આગમાં કૂદી જવાની ધમકી આપતાં હતાં. રોડની વચ્ચે થઈ રહેલા તમાશાને કારણે વાહનની આવ-જા અટકી ગઈ. આખરે પોલીસે તેમનું ધ્યાન બીજે ભટકાવીને તેમને પકડી લીધાં. બન્નેનાં નામઠામ લખીને ફરિયાદ નોંધી ત્યારે ખબર પડી કે છોકરી હજી પુખ્ત નથી થઈ. છોકરીના પિતાએ છોકરા વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 01:18 PM IST | Jalaun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK