ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ગોરખપુર-સોનોલી નૅશનલ હાઇવે પર એક બીજભંડારની દુકાન પાસે કામ કરતો અભિષેક યાદવ નામનો યુવક બેફામ સ્પીડે દોડતી કારની અડફેટે ચડી ગયો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ગોરખપુર-સોનોલી નૅશનલ હાઇવે પર એક બીજભંડારની દુકાન પાસે કામ કરતો અભિષેક યાદવ નામનો યુવક બેફામ સ્પીડે દોડતી કારની અડફેટે ચડી ગયો હતો. હાઇવે પરના રોડની બાજુના કાચા ભાગમાં ધૂળની ડમરીઓ બહુ ઊડતી હોવાથી અભિષેક પાણીની પાઇપ લઈને પાણી છાંટી રહ્યો હતો જેથી ધૂળ ઓછી ઊડે અને પ્રદૂષણ ઓછું થાય. જોકે રોડ પર એક સફેદ કાર ફુલ સ્પીડમાં આવી અને રોડની કિનારી પર ઊભેલા અભિષેકને લઈને ૫૦ મીટર દૂર ઢસડી ગઈ અને હવામાં ઉછાળ્યો હતો. આ સમયે બીજો એક કર્મચારી પણ ત્યાં જ હતો. કારચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ હાઇવે પર લાગેલા કૅમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. ફુટેજના આધારે કાર અને કારચાલકને પકડીને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.


