રોડ પર શેરડીના કૂચાનો કચરો કાળો અને ચીકણો થઈને જામી ગયો છે અને ઘણા સમયથી એની સફાઈ નથી થઈ એટલે આવું થાય છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક રોડ પર અચાનક જ એટલાબધા ઍક્સિડન્ટ થવા લાગ્યા કે શંકા થવા લાગી કે આ રોડમાં કંઈક ખામી છે કે શું? રોડ એટલો લપસણો થઈ ગયો હતો કે જરાક બ્રેક લગાવતાં બાઇક સ્કિડ થઈ જતી હતી. એક યુવાન આ રોડ પાસે બિરયાની ખાવા આવેલો. તેણે અહીંથી પસાર થતાં ટૂ-વ્હીલર્સ ફસડાઈ પડે છે એવું સાંભળેલું. તેણે તરત જ વિડિયો ઑન કરી દીધો અને નવાઈની વાત એ હતી કે બે મિનિટના સમયગાળામાં અહીં ૧૦ બાઇક સ્કિડ થઈ ગઈ. આવું થવાનું કારણ શું? વિડિયો વાઇરલ થતાં અમરોહાના અધિકારીઓ દોડતા થઈ ગયા. તેમણે તરત જ તપાસ કરી તો ખબર પડી કે નજીકમાં આવેલી શુગર મિલ ફૅક્ટરીમાંથી નીકળતા શેરડીના કચરાના અવશેષોને કારણે રોડ ચીકણો અને લપસણો થઈ ગયો છે. રોડ પરના કેટલાક હિસ્સા એવા સ્લિપરી થઈ ગયા છે કે સ્પીડમાં ન જતું વાહન પણ જો બ્રેક મારતી વખતે ધ્યાન ન રાખે તો સ્કિડ થઈ જાય. રોડ પર શેરડીના કૂચાનો કચરો કાળો અને ચીકણો થઈને જામી ગયો છે અને ઘણા સમયથી એની સફાઈ નથી થઈ એટલે આવું થાય છે.


