ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા આ વિડિયોને અત્યાર સુધી ૧.૨૩ લાખ વ્યુઝ મળ્યા છે
સાડી સાથે મેંદીનું બ્લાઉઝ
લગ્નસરા એટલે લગ્નની સીઝન શરૂ થાય ત્યારે સ્ત્રીઓમાં કપડાં અને ઘરેણાંની સાથે મેંદીની પણ ઘેલછા હોય છે, જે આ સમયે સૌથી વધુ ઊભરતી હોય છે. ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે જેને મેંદીનો શોખ નહીં હોય. લગ્નમંડપમાં નાનાથી માંડીને મોટી વયની મહિલાઓના હાથ-પગ મેંદીની અવનવી ડિઝાઇન્સથી ભરેલા હોય છે. મેંદી એ એક રીતે હંગામી ટૅટૂની ગરજ સારે છે.
જોકે હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મહિલાએ શરીર પર મેંદીની ઝીણી ડિઝાઇનવાળું બ્લાઉઝ બનાવ્યું છે એટલે કે બ્લાઉઝને બદલે મેંદીની ડિઝાઇન કરાવી છે અને એના પર સફેદ સાડી પહેરી છે.
ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા આ વિડિયોને અત્યાર સુધી ૧.૨૩ લાખ વ્યુઝ મળ્યા છે. કેટલાક લોકોએ આ આઇડિયાને વખાણ્યો છે તો કેટલાકે નાકનું ટીચકું ચડાવીને કહ્યું છે, ‘ફૅશનના નામે કાંઈ પણ?’

