Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગણેશોત્સવના ભંડારા માટે બનેલા ઉકળતા સાંભારમાં પડી જવાથી ૪૬ વર્ષની મહિલા મૃત્યુ પામી

ગણેશોત્સવના ભંડારા માટે બનેલા ઉકળતા સાંભારમાં પડી જવાથી ૪૬ વર્ષની મહિલા મૃત્યુ પામી

Published : 24 September, 2026 07:04 PM | IST | Amaravati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ગણેશોત્સવના ભંડારા માટે બનાવેલા ઉકળતા સાંભારમાં ૪૬ વર્ષની સુજાતા પડી જતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. ચહેરા અને શ્વાસનળીમાં ઉકળતો સાંભાર જતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

આંધ્ર પ્રદેશ સમાચાર

આંધ્ર પ્રદેશ સમાચાર


આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ગણેશોત્સવ નિમિત્તે અન્નદાન કાર્યક્રમની તૈયારી દરમ્યાન એક દર્દનાક ઘટના ઘટી. ૪૬ વર્ષની એક મહિલા ઉકળતા સાંભારના તપેલામાં માથાભેર પડી ગઈ હતી. ઉત્સવ દરમ્યાન રવિવારે યોજાયેલા ભંડારામાં ભોજન બનાવવા માટે સુજાતા નામની મહિલા મદદ કરી રહી હતી. મોટું તપેલું ભરીને સાંભાર તૈયાર થઈ ગયા પછી એ તપેલાને બે જણ ઊંચકીને બીજે લઈ જઈ રહ્યા હતા ત્યારે સંતુલન બગડતાં સુજાતા માથાભેર એ તપેલામાં પડી હતી. સાંભાર જસ્ટ બનીને તૈયાર થયો હતો અને ઊકળતો હોવાથી તે બહુ ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઉત્સવના આયોજકો તેને તરત હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ચહેરા અને શ્વાસનળીમાં ઉકળતું પ્રવાહી જવાથી સારવાર પણ બેઅસર થઈ ગઈ અને થોડા જ કલાકોમાં તે મૃત્યુ પામી હતી. ઉત્સવના આયોજકોને પહેલાં તો સમજાયું જ નહીં કે મહિલા કઈ રીતે તપેલામાં પડી ગઈ, પણ આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી અને ખબર પડી હતી કે પગમાં ઠેસ વાગવાથી તપેલું ઉપાડતી વખતે મહિલા ખુદ તપેલામાં પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 07:04 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK