દિવાળી અને નવા વર્ષે ભારતભરમાં ફટાકડાના ધડાકા અને આતશબાજી જોવા મળે છે અને સાવધાની ન રાખવાથી ફટાકડાથી દાઝવાના અનેક કિસ્સા બને છે. એવામાં કેટલાક કરતબબાજો રીલ માટે જીવ જોખમમાં મૂકતાં પણ અચકાતા નથી.
રિયલ રૉકેટમૅન : ડઝનબંધ રૉકેટ હાથમાં પકડીને જલાવ્યાં
દિવાળી અને નવા વર્ષે ભારતભરમાં ફટાકડાના ધડાકા અને આતશબાજી જોવા મળે છે અને સાવધાની ન રાખવાથી ફટાકડાથી દાઝવાના અનેક કિસ્સા બને છે. એવામાં કેટલાક કરતબબાજો રીલ માટે જીવ જોખમમાં મૂકતાં પણ અચકાતા નથી. એક માણસનો વિડિયો હાલમાં વાઇરલ થયો છે જેમાં ભાઈસાહેબ એક હાથમાં રૉકેટ પકડીને એને બીજા હાથે સળગાવીને હવામાં છુટ્ટું મૂકે છે. આવું એક વાર નહીં, સતત દસ-બાર વખત કરે છે. બાજુવાળાના હાથમાંથી રૉકેટ લઈને એને સળગાવીને હવામાં છોડવાનું કામ ભરચક ભીડવાળા રસ્તા પર આરામથી થઈ રહ્યું છે. ત્રણ કરોડથી વધુ વ્યુઝ મેળવી ચૂકેલા આ વિડિયો સાથે એક નોંધ ખાસ લખાવી જોઈએ કે આવા અખતરા કોઈએ કરવા નહીં.