Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‌ટિ‌કિટ વગરની મ‌હિલાની TC સાથે બોલાચાલી થઈ તો જાતે જ પોતાનાં કપડાં ફાડવા લાગી

‌ટિ‌કિટ વગરની મ‌હિલાની TC સાથે બોલાચાલી થઈ તો જાતે જ પોતાનાં કપડાં ફાડવા લાગી

Published : 21 September, 2026 05:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ ચેકિંગ દરમિયાન મહિલાએ TC સાથે બોલાચાલી બાદ પોતાનાં કપડાં જાતે ફાડી નાખ્યાં અને છેડતીનો આરોપ મૂક્યો. જોકે TCએ ઘટનાનું રેકૉર્ડિંગ કરતાં સમગ્ર મામલો કૅમેરામાં કેદ થઈ ગયો અને હકીકત સામે આવી.

રાધિકા તિવારી

રાધિકા તિવારી


એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ-ચેકિંગ દરમિયાન એક મહિલા પ્રવાસી અને ‌ટિ‌કિટ-ચેકર (TC) વચ્ચે થયેલા ડ્રામાનો એક ચોંકાવનારો વિ‌ડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ટિકિટ માગવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં મહિલાએ ગુસ્સામાં આવીને જાતે જ પોતાનાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને TC પર છેડતીનો આરોપ મૂકીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
જોકે સતર્ક TCએ સમગ્ર ઘટનાનો વિ‌ડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લેતાં સત્ય સામે આવી ગયું હતું.
મહિલા પાસે માન્ય ટિકિટ નહોતી. તેણે ટિકિટને બદલે રોકડા પૈસા આપવાની કોશિશ કરી હતી અને પોતાનો ભાઈ રેલવે-કર્મચારી હોવાનો રોફ જમાવ્યો હતો.
TCએ નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રાખી એટલે મામલો ગરમાયો હતો. મહિલાએ ફોન પર પોતાના ભાઈ સાથે વાત કરતાં કહ્યું કે TC તેનાં કપડાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ૧૧૨ નંબર પર પોલીસ બોલાવવાની ધમકી પણ આપતી સંભળાય છે.
TCએ નામ પૂછતાં તેણે પોતાનું નામ ‘રાધિકા તિવારી’ જણાવ્યું હતું. વિવાદ વધતાં મહિલાએ કૅમેરા સામે જ પોતાનાં કપડાં જાતે ફાડવાનું શરૂ કરી દીધું અને TC પર ગેરવર્તણૂક તેમ જ અયોગ્ય સ્પર્શ કરવાનો આરોપ મૂકવા લાગી.
સદ્નસીબે TC પહેલેથી જ મોબાઇલમાં સમગ્ર ઘટનાનું રેકૉર્ડિંગ કરી રહ્યો હતો, જેને કારણે મહિલાની આખી કરતૂત કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK