Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૅચમાં આમંત્રણ ન મળતાં ગુસ્સે ભરાયેલા ભાઈએ ચાલુ મૅચની વચ્ચે પિચ પર ટ્રૅક્ટર ફેરવી દીધું

મૅચમાં આમંત્રણ ન મળતાં ગુસ્સે ભરાયેલા ભાઈએ ચાલુ મૅચની વચ્ચે પિચ પર ટ્રૅક્ટર ફેરવી દીધું

Published : 20 April, 2026 02:51 PM | IST | Jalgaon
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જલગાંવમાં ગ્રામીણ વિસ્તારની ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ચાલી રહી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ધરનગાંવમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, પરંતુ મૅચ દરમ્યાન એક એવી બબાલ થઈ કે ફાઇનલ મૅચ અધવચ્ચે જ રોકી દેવી પડી. કારણ એ હતું કે મૅચ ચાલુ હતી અને પ્લેયરો મેદાનમાં રમી રહ્યા હતા ત્યારે ગામના એક ભાઈ ટ્રૅક્ટર લઈને મેદાનમાં ઘૂસી ગયા. મેદાનમાં ઘૂસ્યા એટલું જ નહીં, પિચને ખોદી પણ કાઢી. જલગાંવમાં ગ્રામીણ વિસ્તારની ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ચાલી રહી હતી. પહેલી ટીમે ૭.૫ ઓવરમાં પાંચ વિકેટે ૫૬ રન બનાવી લીધા હતા. મૅચ રોમાંચક મોડ પર હતી અને એ જ વખતે તે ભાઈએ પિચ ખોદી કાઢવાનું કામ કર્યું. સ્થાનિક લોકોના કહેવા મુજબ જેણે આ કારસ્તાન કર્યું હતું તે ગામનો મોટો માણસ હતો. તેને મૅચમાં આમંત્રિત કરવામાં ન આવતાં ગુસ્સે ભરાઈને પિચ જ બગાડી દીધી. પિચ ખરાબ થઈ જતાં મૅચ રદ થઈ ગઈ. ગામલોકોએ પણ પેલા માણસ વિરુદ્ધ ફરિયાદ કરાવી નથી. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 02:51 PM IST | Jalgaon | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK