જેમને પેટ્રોલ અને ડીઝલ મોંઘું લાગતું હોય તેઓ ઈ-વેહિકલ્સનો ઘરમેળે જ જુગાડ કરતા થઈ ગયા છે, પરંતુ એનાથીયે વધુ મોટા જુગાડબાજ લોકો ઇન્સ્ટાની રીલ્સમાં છવાયા છે.
અજબગજબ
શાહમૃગ ઊંચું હોવાથી ગાડીનો બધો ભાર તેના પર આવી ગયો
જેમને પેટ્રોલ અને ડીઝલ મોંઘું લાગતું હોય તેઓ ઈ-વેહિકલ્સનો ઘરમેળે જ જુગાડ કરતા થઈ ગયા છે, પરંતુ એનાથીયે વધુ મોટા જુગાડબાજ લોકો ઇન્સ્ટાની રીલ્સમાં છવાયા છે. @ilhanatalay નામના ઇન્સ્ટાગ્રામ-હૅન્ડલ પર રોડ પર એક ગાડી દોડી રહી છે, જે આમ તો ટાંગા જેવી છે. એની સાથે આગળ ઘોડો કે બળદ નહીં, પણ ઑસ્ટ્રિચ અને કાળો બકરો જોતરવામાં આવ્યાં છે. શાહમૃગ ઊંચું હોવાથી ગાડીનો બધો ભાર તેના પર આવી ગયો હોય એવું લાગે છે છતાં બકરા સાથે પણ ગાડીની રસ્સી બાંધવામાં આવી છે. આ વિડિયો જોઈને પ્રાણીઓના પ્રોટેક્શન માટે કામ કરતી સંસ્થાઓ હરકતમાં આવી છે.