Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટ્રેન છે કે પાનનો ગલ્લો?

ટ્રેન છે કે પાનનો ગલ્લો?

Published : 17 October, 2026 08:32 PM | Modified : 17 October, 2026 09:03 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેનમાં પાન બનાવવાનો આ દેશી અંદાજ મુસાફરો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે ટ્રેનની સીટ પર એક કપડું પાથરી દીધું હતું અને એના પર કાથો, ચૂનો, સોપારી સહિતની સામગ્રી ગોઠવીને આરામથી પાન બનાવવાની શરૂઆત કરી હતી.

ટ્રેન છે કે પાનનો ગલ્લો?

અજબ ગજબ

ટ્રેન છે કે પાનનો ગલ્લો?


ભારતીય રેલવેમાં મુસાફરી દરમ્યાન અવારનવાર વિચિત્ર અને આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળતાં હોય છે, પરંતુ મુંબઈથી છત્તીસગઢ જઈ રહેલી એક ટ્રેનમાંથી સામે આવેલો વિડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે. આ ટ્રેનના 3 AC કોચમાં એક પાનવાળો આરામથી લોઅર બર્થ પર બેસીને મુસાફરો માટે તાજાં પાન બનાવતો દેખાય છે.

ટ્રેનમાં પાન બનાવવાનો આ દેશી અંદાજ મુસાફરો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેણે ટ્રેનની સીટ પર એક કપડું પાથરી દીધું હતું અને એના પર કાથો, ચૂનો, સોપારી સહિતની સામગ્રી ગોઠવીને આરામથી પાન બનાવવાની શરૂઆત કરી હતી. વિડિયો રેકૉર્ડ કરનારા મુસાફરે જણાવ્યું કે આ પાનવાળાને ટ્રેનમાં જ મુસાફરો તરફથી આશરે વીસથી પચીસ પાનનો મોટો ઑર્ડર મળ્યો હતો, જેથી તે બધા માટે એકસાથે પાન તૈયાર કરી રહ્યો હતો.



ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં આ રીતે ખુલ્લેઆમ પાન બનાવવાની બાબત રેલવેના નિયમો અને મુસાફરોની સુરક્ષા વિશે ગંભીર સવાલ ઉઠાવે છે. કેટલાકે રેલવેતંત્રને ટૅગ કરીને ગેરકાયદે ફેરિયાઓ સામે તપાસ કરવાની માગણી કરી છે.


AI હવે કૅન્સર મટાડી દેશે એવા અતિશય વિશ્વાસમાં AI રિસર્ચર્સે સ્મોકિંગ શરૂ કર્યું

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ભવિષ્યમાં એટલું સક્ષમ બની જશે કે કૅન્સર જેવા અસાધ્ય રોગનો પણ ઇલાજ શોધી કાઢશે એવા આંધળા વિશ્વાસમાં કેટલાક AI રિસર્ચર્સે સિગારેટ પીવાનું શરૂ કરી દીધું હોવાનો ચોંકાવનારો દાવો એક કંપનીના ચીફ ટેક્નૉલૉજી ઑફિસર (CTO) શ્યામ શંકરે કર્યો છે. સિલિકૉન વૅલીમાં આ ટેક્નૉલૉજીને લઈને પ્રવર્તતા અતિરેક અને ભ્રમણાઓની આકરી ટીકા કરતી વખતે તેમણે આ વાત કહી હતી.


એક જાહેર કાર્યક્રમમાં બોલતાં શ્યામ શંકરે કહ્યું કે ઘણા AI સંશોધકોએ અન્ય રિસર્ચર્સને એ દર્શાવવા માટે સ્મોકિંગ શરૂ કરી દીધું છે અને તેમનું માનવું છે કે AI ચોક્કસપણે કૅન્સરનો ઇલાજ શોધી લેશે એટલે તેઓ જાણે આખી બાજી એના દાવ પર લગાવી રહ્યા છે. અલબત્ત, શ્યામ શંકરે આ દાવાના સમર્થનમાં કોઈ પુરાવા કે ચોક્કસ સંશોધકોનાં નામ આપ્યાં નહોતાં.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 09:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK