આ સ્પર્ધામાં હરિયાણાની મહિલા પહેલવાન પૂનમે બારાબંકીના પહેલવાન રાજેશ પહેલવાનને પડકાર ફેંક્યો હતો. બન્ને વચ્ચે કુસ્તી શરૂ તો થઈ પણ લડાઈ શરૂ થયાની ૧૫મી સેકન્ડે જ પૂનમે તેનો પરચો બતાવી દીધો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક રોચક ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. બન્યું એવું કે હમીરપુર જિલ્લાના ચંડૌત ગામમાં બે દિવસની કુસ્તીસ્પર્ધા યોજાઈ હતી જેમાં એક કુસ્તીમાં પુરુષ અને મહિલા પહેલવાન સામસામે લડ્યાં હતાં. આ લડાઈએ બધાનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ગામના પરંપરાગત મેળા સાથે આયોજિત કરવામાં આવેલી આ સ્પર્ધામાં રાજ્ય અને દેશભરના ઘણા જાણીતા કુસ્તીબાજોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં હરિયાણાની મહિલા પહેલવાન પૂનમે બારાબંકીના પહેલવાન રાજેશ પહેલવાનને પડકાર ફેંક્યો હતો. બન્ને વચ્ચે કુસ્તી શરૂ તો થઈ પણ લડાઈ શરૂ થયાની ૧૫મી સેકન્ડે જ પૂનમે તેનો પરચો બતાવી દીધો હતો. પૂનમે ચપળતાથી રાજેશને ઊંચો કરીને તાકાતથી જમીન પર પટકી નાખ્યો હતો.
View this post on Instagram
ADVERTISEMENT
માત્ર ૧૫ સેકન્ડમાં પૂનમે રાજેશને માત આપીને જીત મેળવી લીધી એટલે આખું મેદાન તાળીના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. ત્યાં ઉપસ્થિત દર્શકોએ તો પૂનમની શક્તિ, ટેક્નિક અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી, પણ એ પછી સોશ્યલ મીડિયા પર પણ આ વિડિયોએ ધૂમ મચાવી હતી.


