તેના ગળામાં ચાંદીનું મા દુર્ગાનું મોટું પેન્ડન્ટ છે અને રુદ્રાક્ષની માળા તેમ જ કાળા દોરામાં કોડીઓથી બનેલી હાંસડી છે
આનંદરાધા ગોસ્વામી
પ્રયાગરાજમાં ગયા વર્ષે મહાકુંભમાં માંજરી આંખોવાળી મોનાલિસા ચર્ચામાં આવી હતી એમ આ વખતે માઘમેળામાં માંજરી આંખોવાળી પશ્ચિમ બંગાળની એક મહિલા બહુ ચર્ચામાં છે.
આનંદરાધા ગોસ્વામી નામની આ મહિલા માઘમેળામાં તેના લુક અને પહેરવેશની ખાસિયતને કારણે લોકોમાં કુતૂહલનો વિષય બની છે. તેના ગળામાં ચાંદીનું મા દુર્ગાનું મોટું પેન્ડન્ટ છે અને રુદ્રાક્ષની માળા તેમ જ કાળા દોરામાં કોડીઓથી બનેલી હાંસડી છે. સ્થાનિકોના મનમાં પણ આનંદરાધા ગોસ્વામીએ ખાસ જગ્યા બનાવી લીધી છે અને મેળામાં આવતા વિઝિટર્સમાં પણ તેના ટ્રેડિશનલ લુકનો જાદુ ચાલ્યો છે.


