Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જૅકેટમાં જીવતી ૧૧૬ ગરોળીઓનું સ્મગલિંગ કરતી મહિલા પોલૅન્ડ બૉર્ડર પર પકડાઈ

જૅકેટમાં જીવતી ૧૧૬ ગરોળીઓનું સ્મગલિંગ કરતી મહિલા પોલૅન્ડ બૉર્ડર પર પકડાઈ

Published : 09 September, 2026 10:26 AM | IST | Kaliningrad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક પાઉચમાં ત્રણથી પાંચ ગરોળીઓ ભરેલી હતી

દસથી ૧૫ સેન્ટિમીટર લાંબી લગભગ ૧૧૬ ગરોળીઓ એમાંથી નીકળી હતી

અજબ ગજબ

દસથી ૧૫ સેન્ટિમીટર લાંબી લગભગ ૧૧૬ ગરોળીઓ એમાંથી નીકળી હતી


રશિયામાં એક મહિલાના જૅકેટની તલાશી લેતાં જે ચીજ નીકળી એ જોઈને ભલભલાના મોંમાંથી ચીસ નીકળી જાય એમ છે. જૅકેટની અંદરની તરફ નાનાં-નાનાં પૉકેટ બનાવવામાં આવ્યાં હતાં અને એની અંદર જીવતી ગરોળીઓ ભરી દેવામાં આવી હતી. આ મહિલા રોડમાર્ગે રશિયાથી પોલૅન્ડ જઈ રહી હતી. રસ્તામાં મામોનોવો નામના ચેકપૉઇન્ટ પાસે બસ રોકવામાં આવી. એ ચેકપોસ્ટ પર બધાના સામાનની તલાશી લેવામાં આવી. એમાં એક રશિયન બહેનનાં કપડાંમાં કંઈક સળવળતું હોવાનું લાગતાં બૉર્ડરના ચેકિંગ અધિકારીઓએ તેનું જૅકેટ ઊતરાવ્યું. એમાં નાનાં-નાનાં પાઉચ બનાવેલાં હતાં. દરેક પાઉચમાં ત્રણથી પાંચ ગરોળીઓ ભરેલી હતી. દસથી ૧૫ સેન્ટિમીટર લાંબી લગભગ ૧૧૬ ગરોળીઓ એમાંથી નીકળી હતી. આ ગરોળીઓ ખાસ હોય છે જે એશિયાના રણવિસ્તારોમાં જોવા મળે છે અને રશિયામાં એને સંરક્ષિત પ્રાણી તરીકે નોંધવામાં આવી હોવાથી એને બીજે લઈ જવા પર પ્રતિબંધ છે. આ બહેને ગરોળીઓ સ્મગલ કરીને રોડમાર્ગે જર્મની પહોંચાડવાની હતી.  


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 10:26 AM IST | Kaliningrad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK