Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહિલા પલંગની ચાદર બદલતી હતી ત્યારે ૧૫ ફુટ ઊંડો ખાડો જમીનમાં પડી ગયો, ભોંયરામાંથી મળ્યો સિંધિયા કાળનો ખજાનો

મહિલા પલંગની ચાદર બદલતી હતી ત્યારે ૧૫ ફુટ ઊંડો ખાડો જમીનમાં પડી ગયો, ભોંયરામાંથી મળ્યો સિંધિયા કાળનો ખજાનો

Published : 07 November, 2026 03:19 PM | Modified : 07 November, 2026 04:07 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘર એક ભોંયરાની ઉપર બન્યું હતું એટલે મહિલા પલંગ સહિત ૧૫ ફુટ ઊંડે ભોંયરામાં પડી હતી. આ ભોંયરામાં એક સમયે સિંધિયા સામ્રાજ્યની કોર્ટ હતી. એ કોર્ટના એક રૂમમાં ટૅક્સવસૂલી રૂપે એકત્ર કરાયેલા અનાજ અને અન્ય માલસામાનને રાખવામાં આવતો હતો.

ઘરનું ભોંયરું!

અજબ ગજબ

ઘરનું ભોંયરું!


મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક ઘરની અંદર અચાનક જ અચંબિત થઈ જવાય એવી ઘટના ઘટી. બુધવારની રાતે નિશા મિશ્રા નામની એક મહિલા તેના બેડરૂમમાં પલંગની ચાદર બદલી રહી હતી એ જ વખતે ઘરનું ભોંયતળિયું જમીનમાં સમાઈ ગયું હતું. આ ઘર એક ભોંયરાની ઉપર બન્યું હતું એટલે મહિલા પલંગ સહિત ૧૫ ફુટ ઊંડે ભોંયરામાં પડી હતી. આ ભોંયરામાં એક સમયે સિંધિયા સામ્રાજ્યની કોર્ટ હતી. એ કોર્ટના એક રૂમમાં ટૅક્સવસૂલી રૂપે એકત્ર કરાયેલા અનાજ અને અન્ય માલસામાનને રાખવામાં આવતો હતો. આ મકાન એ રૂમ પર બન્યું હતું એની કદાચ કોઈને જાણ નહોતી. ૧૯૮૦માં આ ઘરનું નિર્માણ થયું હતું. જોકે એ પહેલાં જ વરસાદને કારણે માટી ધસી પડવાથી ભોંયરું પુરાઈ ગયું હતું. જોકે તાજેતરમાં પુષ્કળ વરસાદને કારણે નીચેની માટી વહી જતાં ભોંયરાની ઉપરની ફર્શ પોલી પડી ગઈ હતી અને ફસડાઈ પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 04:07 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK