સીટ ફરતે લોખંડની જાળી પણ બેસાડવામાં આવી છે અને એક પ્લૅટફૉર્મ જેવું પણ છે જેથી એના પર દીકરી પોતાનું લંચ-બૉક્સ મૂકીને ખાવાનું ખાઈ શકે.
મહિલા ઑટો-ડ્રાઇવરે દીકરી માટે પોતાની બાજુમાં બનાવડાવી મજાની સીટ
સ્ત્રીઓ હવે બધાં કામો કરતી થઈ ગઈ છે અને સાથે બાળકોનું ધ્યાન પણ રાખે છે. સોશ્યલ મીડિયામાં એક રિક્ષાચાલક મહિલાનો વિડિયો વાઇરલ થયો છે. એમાં મહિલાએ પોતાના કામ દરમ્યાન દીકરીને પણ સાથે રાખી શકાય એનો જુગાડ કર્યો છે. સ્કૂલથી લઈને આવ્યા પછી દીકરી થોડોક સમય તેની સાથે રિક્ષામાં જ સવારી કરે છે. દીકરી સેફ રીતે રિક્ષામાં સાથે બેસી શકે અને પાછળ બેસનારા ગ્રાહકોને પણ કોઈ તકલીફ ન થાય એ માટે તેણે પોતાની સીટની બાજુમાં એક નાનકડી ફિક્સ સીટ તૈયાર કરી છે. સીટ ફરતે લોખંડની જાળી પણ બેસાડવામાં આવી છે અને એક પ્લૅટફૉર્મ જેવું પણ છે જેથી એના પર દીકરી પોતાનું લંચ-બૉક્સ મૂકીને ખાવાનું ખાઈ શકે.
