વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે આ ચારપાઈ કોઈ સામાન્ય રૂમ કરતાં પણ મોટી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પંજાબના અમ્રિતસર જિલ્લામાં તૈયાર કરવામાં આવેલો આ વિશાળ ખાટલો દુનિયાની સૌથી મોટી ચારપાઈ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામ્યો છે. આ ખાટલાની લંબાઈ અને પહોળાઈ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ અનોખી કલાકૃતિની વિશેષતા એ છે કે એના પર એકસાથે લગભગ ૧૦૦ લોકો આરામથી બેસી શકે છે.
સ્થાનિક કારીગરો દ્વારા આશરે ૭૦થી ૭૫ વર્ષ પહેલાં પરંપરાગત શૈલીમાં તૈયાર કરવામાં આવેલા આ ખાટલામાં મજબૂત લાકડાંનો અને ખાસ પ્રકારના વણાટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે આ ખાટલો બનાવનાર પણ પહેલવાન હતો એટલે તેણે આવા મહાકાય ખાટલાની કલ્પના કરી હતી.
ADVERTISEMENT
વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે આ ચારપાઈ કોઈ સામાન્ય રૂમ કરતાં પણ મોટી છે અને એને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી છે. ઇન્ટરનેટ પર લોકો આ અજાયબીને જોઈને જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ટૂરિસ્ટ્સ પણ આ ભવ્ય ખાટલા સાથે તસવીરો ખેંચાવવા માટે પડાપડી કરી રહ્યા છે.
