સૌપ્રથમ તેણે કોથળાની બૅગની 3D ડિઝાઇન બનાવી હતી. જોકે કોઈ ડિઝાઇનરે તેને ખાસ એન્ટરટેઇન નહોતો કર્યો. મોટા ભાગના લોકોએ તેને કહ્યું કે કોથળામાંથી આવી બૅગ બનાવવી અશક્ય છે.
કોથળામાંથી પ્રીમિયમ લુકની બૅગ બનાવીને હજારો રૂપિયા કમાઈ લીધા આ છોકરાએ
અત્યારે ચોમેર સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ આઇડિયાની બોલબાલા છે એ વચ્ચે ઘઉંની ગૂણ જેવા કોથળામાંથી બનેલી એક સાદી બૅગ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. પોતાની ક્રીએટિવિટીનો ઉપયોગ કરીને એક છોકરાએ હજારો રૂપિયા કમાઈ લીધા હતા. વાઇરલ વિડિયોમાં આ વિશે તેણે સમજાવ્યું છે. સૌપ્રથમ તેણે કોથળાની બૅગની 3D ડિઝાઇન બનાવી હતી. જોકે કોઈ ડિઝાઇનરે તેને ખાસ એન્ટરટેઇન નહોતો કર્યો. મોટા ભાગના લોકોએ તેને કહ્યું કે કોથળામાંથી આવી બૅગ બનાવવી અશક્ય છે.
જોકે મોટી ઉંમરના એક દરજી અંકલે તેના આ કામને પાર પાડવાનું બીડું ઝડપ્યું. ૩૫ વર્ષથી આ જ કામના અનુભવી દરજીએ કાળજીપૂર્વક કોથળામાંથી બૅગ બનાવવાનું શરૂ કર્યું અને અંદર જરૂર પડી ત્યાં થોડું લેધર ઉમેરી દીધું. અંતે તેમણે એક મજબૂત અને પ્રીમિયમ લુકની બૅગ બનાવી આપી. દેશી ટચ, કુશળ કારીગરી અને યુનિક લુકને લીધે બૅગ ફટાફટ વેચાઈ ગઈ અને એક બૅગ પાછળ ૮૯૦ રૂપિયા ખર્ચીને તૈયાર કરેલી કુલ ૩ બૅગને છોકરાએ કલાકોમાં વેચીને ૧૧,૫૦૦ રૂપિયાની રોકડી કરી લીધી.


