Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશી એક T20 ટુર્નામેન્ટમાં ૨૦૦+ના સ્ટ્રાઇક-રેટથી ૬૦૦ રન કરનાર પહેલો બૅટર

વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશી એક T20 ટુર્નામેન્ટમાં ૨૦૦+ના સ્ટ્રાઇક-રેટથી ૬૦૦ રન કરનાર પહેલો બૅટર

Published : 29 May, 2026 12:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સીઝનમાં સૌથી વધુ રન કરનાર અનકૅપ્ડ ખેલાડી બનીને પાવરપ્લેમાં હાઇએસ્ટ રન પણ ઝૂડી દીધા...

વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)


બુધવારે એલિમિનેટર મૅચમાં રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ રનની રમઝટ બોલાવીને અનેક રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા. ૨૯ બૉલમાં ૯૭ રન કરીને વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને એમના હાઇએસ્ટ ૨૪૩-૮ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. મંગળવારના બૅન્ગલોરના ૨૫૪-૫ના સ્કોર બાદ IPL પ્લેઑફનો એ બીજો સૌથી મોટો સ્કોર હતો.

૧૫ વર્ષ ૬૧ દિવસનો વૈભવ સૂર્યવંશી એક IPL સીઝનમાં ૬૦૦ પ્લસ રન કરનાર યંગેસ્ટ ખેલાડી બન્યો છે. તેણે ૨૦૧૮નો રિષભ પંતનો ૨૦ વર્ષની ઉંમરનો રેકૉર્ડ તોડ્યો હતો. એક IPL સીઝનમાં વૈભવે એક અનકૅપ્ડ ખેલાડી તરીકે સૌથી વધુ ૬૮૦ રન કર્યા છે. અગાઉ ભારતીય ટીમ માટે રમતાં પહેલાં ૨૦૨૩માં યશસ્વી જાયસવાલે ૬૨૫ રન કર્યા હતા.

IPL સીઝનના પાવરપ્લેમાં સૌથી વધુ રન કરવાના મામલે વૈભવ સૂર્યવંશીએ એક દાયકા જૂનો રેકૉર્ડ તોડ્યો છે. તેણે આ સીઝનમાં પાવરપ્લેમાં ૪૯૦ રન કર્યા છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વૉર્નરે ૨૦૧૬માં ૪૬૭ રન કર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં ૨૪૨.૮૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૬૦૦ પ્લસ રન કર્યા છે. એક T20 ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશી ૨૦૦ પ્લસની સ્ટ્રાઇક-રેટથી ૬૦૦ રન કરનાર પહેલો ખેલાડી બન્યો છે. અગાઉ ૨૦૨૨માં T20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાના ક્રિકેટર રીલી રૂસોએ ૧૯૨.૨૮ના સ્ટ્રાઇક-રેટથી ૬૨૩ રન કર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૬૬ બૉલમાં ૬૦ સિક્સ ફટકારી 
વૈભવ સૂર્યવંશી હવે ૬૫ સિક્સ સાથે એક IPL સીઝનની સાથે એક T20 ટુર્નામેન્ટમાં પણ સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી બન્યો છે. ક્રિસ ગેઇલે ૨૦૧૨માં ૪૫૬ બૉલમાં ૫૯ સિક્સ ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૬૬ બૉલમાં ૬૦ સિક્સ ફટકારી હતી.

૬૮૦માંથી ૮૯.૭ ટકા રન બાઉન્ડરીથી ફટકાર્યા વૈભવ સૂર્યવંશીએ 
વૈભવ સૂર્યવંશી એક IPL સીઝનમાં સૌથી વધુ રન બાઉન્ડરીથી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ સીઝનમાં ૬૮૦ રનમાંથી ૮૯.૭ ટકા રન એટલે કે ૬૧૦ રન બાઉન્ડરીથી ફટકાર્યા છે. અગાઉ ૨૦૨૨માં જૉસ બટલરે ૮૬૩માંથી ૬૦૨ રન બાઉન્ડરીથી ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ ૨૦૧૬માં ૯૭૩ રનમાંથી ૫૬૦ રન ફોર અને સિક્સ ફટકારીને કર્યા હતા.

એક સીઝનમાં સૌથી વધુ બાઉન્ડરી ફટકારનાર ખેલાડી
જૉસ બટલર ૨૦૨૨માં ૧૨૮ બાઉન્ડરી 
વિરાટ કોહલી ૨૦૧૬માં ૧૨૧ બાઉન્ડરી
વૈભવ સૂર્યવંશી ૨૦૨૬માં ૧૨૦ બાઉન્ડરી
ડેવિડ વૉર્નર ૨૦૧૬માં ૧૧૯ બાઉન્ડરી
શુભમન ગિલ ૨૦૨૩માં ૧૧૮ બાઉન્ડરી 
સાઈ સુદર્શન ૨૦૨૫માં ૧૦૯ બાઉન્ડરી

300
આટલા પ્લસના સ્ટ્રાઇક-રેટથી ચાર વખત ૫૦ પ્લસ રનનો T20 સ્કોર કરવાના મામલે વૈભવે કાયરન પોલાર્ડના રેકૉર્ડની બરાબરી કરી.

3
એક સીઝનમાં ત્રણ વખત ૧૦ પ્લસ સિક્સ ફટકારનાર પહેલો ખેલાડી બન્યો વૈભવ સૂર્યવંશી.

17
IPL પ્લેઑફમાં સૌથી વધુ આટલી સિક્સ ફટકારવાના મામલે રાજસ્થાને મુંબઈના ૨૦૨૫ના રેકૉર્ડની બરાબરી કરી. 

11
એક સીઝનમાં સૌથી વધુ આટલા ખેલાડીઓ દ્વારા ૫૦૦ પ્લસ રન કરવાના ૨૦૨૫ના રેકૉર્ડની બરાબરી થઈ. 

4.3
રેકૉર્ડ આટલી ઍવરેજ બૉલ પર સિક્સ ફટકારી છે વૈભવ સૂર્યવંશીએ. 

136
IPLની પ્લેઑફ મૅચમાં ઇનિંગ્સની પહેલી ૧૦ ઓવરમાં આટલો મોટો સ્કોર કરનાર ટીમ બની રાજસ્થાન. છેલ્લે ૨૦૧૪માં ચેન્નઈએ સૌથી વધુ ૧૨૨ રન કર્યા હતા. 

14.4
IPL પ્લેઑફમાં આટલી ઓવરમાં સૌથી ઝડપી ૨૦૦ રન કરનાર ટીમ બની રાજસ્થાન. બૅન્ગલોરનો મંગળવારનો ૧૬.૪ ઓવરનો રેકૉર્ડ તોડ્યો. 


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK