સોશ્યલ મીડિયા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્તમાન અને ભૂતપૂર્વ કૅપ્ટનનો એક વિડિયો ભારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઝિમ્બાબ્વે સામેની ક્લીન સ્વીપ પછી ભારતીય પ્લેયર્સ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યાં હતાં.
હરમનપ્રીત કૌર બીજી પ્લેયર્સ સાથે હાથ મિલાવી રહી હતી ત્યારે સ્મૃતિ માન્ધનાએ મોઢું ફેરવી લીધું હતું
સોશ્યલ મીડિયા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્તમાન અને ભૂતપૂર્વ કૅપ્ટનનો એક વિડિયો ભારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઝિમ્બાબ્વે સામેની ક્લીન સ્વીપ પછી ભારતીય પ્લેયર્સ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યાં હતાં. ત્યારે સ્મૃતિ માન્ધના અને હરમનપ્રીત કૌરે એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
વિડિયોમાં જોવા મળ્યું કે જ્યારે હરમનપ્રીત કૌર અન્ય સાથી ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે આગળ વધી રહી હતી ત્યારે સ્મૃતિએ પોતાની ચાલવાની દિશા બદલી દીધી હતી. આ ઘટનાને કારણે ચાહકો વચ્ચે તેમના સંબંધોને લઈને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર કૅપ્ટન્સીના ફેરફાર પહેલાંથી બન્ને વચ્ચેના સંબંધો અગાઉ જેવા રહ્યા નથી.
