Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેં યશસ્વી જાયસવાલને બોર્ડ દ્વારા ૪ મૅચના પ્રતિબંધથી બચાવ્યો હતો : અજિંક્ય રહાણે

મેં યશસ્વી જાયસવાલને બોર્ડ દ્વારા ૪ મૅચના પ્રતિબંધથી બચાવ્યો હતો : અજિંક્ય રહાણે

Published : 10 August, 2026 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિંક્ય રહાણેએ ખુલાસો કર્યો કે ૨૦૨૨ની દુલીપ ટ્રોફી ફાઇનલમાં ગેરવર્તન બદલ યશસ્વી જાયસવાલ પર ૪ મૅચનો પ્રતિબંધ લાગી શક્યો હોત, પરંતુ રહાણેના નિર્ણયથી તે સજા ટળી હતી.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે


ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અજિંક્ય રહાણેએ યશસ્વી જાયસવાલ સાથે જોડાયેલા એક કિસ્સાનો ખુલાસો કર્યો છે. ૨૦૨૨માં યશસ્વી જાયસવાલ પર ૪ મૅચનો પ્રતિબંધ લાગવાનો હતો, પરંતુ અજિંક્ય રહાણેને કારણે બચી ગયો હતો. 
અજિંક્ય રહાણે કહે છે કે ‘દુલીપ ટ્રોફી 2022ની ફાઇનલ મૅચમાં ગેરવર્તનને કારણે યશસ્વી જાયસવાલ પર ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ૪ મૅચનો પ્રતિબંધ લાગી શક્યો હોત. વેસ્ટ ઝોન તરફથી રમતા સમયે તે સાઉથ ઝોનના ખેલાડી રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો. મેં ફીલ્ડિંગ પરથી તેને દૂર કરીને મેદાનની બહાર મોકલી દીધો હતો. મૅચ-રેફરી ૪ મૅચનો પ્રતિબંધ લાદવા તૈયાર હતા. જોકે મારા એ નિર્ણયને લીધે રેફરીએ એ નિર્ણય માંડી વાળ્યો હતો.’ 


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK