Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અંબાણી-ફૅમિલીએ જામનગરમાં અર્જુન-સાનિયાના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું

અંબાણી-ફૅમિલીએ જામનગરમાં અર્જુન-સાનિયાના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું

Published : 27 February, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સચિન તેન્ડુલકરે કહ્યું હતું, ‘ભાભી અને મુકેશભાઈ, મને નથી લાગતું કે અર્જુન-સાનિયાની આગળની સફર માટે આશીર્વાદ આપવા માટે અમે આનાથી વધુ સારા લોકો અને જગ્યા પસંદ કરી શક્યાં હોત.`

અંબાણી-ફૅમિલીએ જામનગરમાં અર્જુન-સાનિયાના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું

અંબાણી-ફૅમિલીએ જામનગરમાં અર્જુન-સાનિયાના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું


મુકેશ અંબાણી અને તેમના પરિવારે હાલમાં જામનગરમાં પોતાના નિવાસસ્થાને સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકર અને સાનિયા ચંડોકના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં મુકેશ અંબાણી, સચિન તેન્ડુલકર અને ચંડોક-ફૅમિલીના સભ્યો એકસાથે મંદિરમાં જોવા મળ્યા હતા.

નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘સચિન અને અંજલિ, તમે હંમેશાં અમારા માટે પરિવાર જેવાં રહ્યાં છો. આજે તમારી ખુશીમાં ભાગીદાર બનીને અમારાં દિલ ખુશીથી ભરાઈ ગયાં છે. મારા પ્રિય અર્જુન, મેં તને અમારી સ્કૂલના નાના છોકરા તરીકે જોયો હતો અને હવે તારા જીવનની સૌથી સુંદર ભાગીદારી શરૂ કરવા માટે તૈયાર થતો જોઈ રહી છું. સાનિયા, તારી આસપાસ ખૂબ અદ્ભુત અને સકારાત્મક ઊર્જા છે. તારા વિશે જાણીને અને તમને બન્નેને સાથે જોઈને મને ઘણો આનંદ થયો. ભગવાન તમારા સંબંધોને હંમેશ માટે આશીર્વાદ આપે.’



સચિન તેન્ડુલકરે કહ્યું હતું, ‘ભાભી અને મુકેશભાઈ, મને નથી લાગતું કે અર્જુન-સાનિયાની આગળની સફર માટે આશીર્વાદ આપવા માટે અમે આનાથી વધુ સારા લોકો અને જગ્યા પસંદ કરી શક્યાં હોત. જ્યારે તમારો દીકરો કોઈ દીકરીનો પરિચય કરાવવા માટે ઘરે લાવે છે ત્યારે તમને ખબર પડે છે કે તે મોટો થઈ ગયો છે. અર્જુન અને સાનિયા એકબીજાના પ્રેમમાં પાગલ દેખાય છે.’


 સચિન અને અર્જુન બન્ને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK