ઓપનર અંગક્રિશ રઘુવંશીએ ૧૮૦ બૉલમાં ૧૩ ફોર અને એક સિક્સના સહારે ૧૧૪ રન કરીને પોતાની પહેલવહેલી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સેન્ચુરી નોંધાવી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલા મુશીર ખાને ૧૮૫ બૉલમાં ૧૨ ફોર અને એક સિક્સની મદદથી ૧૦૯ રન કર્યા હતા.
ઓપનર અંગક્રિશ રઘુવંશીએ પહેલવહેલી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સેન્ચુરી નોંધાવી. સતત બે ફિફ્ટી પછી સેન્ચુરીની જબરદસ્ત ઉજવણી કરતો મુશીર ખાન.
રણજી ટ્રોફી સીઝનના ત્રીજા રાઉન્ડની મૅચમાં મુંબઈએ હરિયાણા સામે શાનદાર શરૂ કરી હતી. BKCના શરદ પવાર ક્રિકેટ ઍકૅડેમી ગ્રાઉન્ડમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર મુંબઈએ બે યંગ બૅટર્સની સદીના આધારે ૮૨ ઓવર રમીને ૨૯૦-૩નો સ્કોર કર્યો હતો.
ઓપનર અંગક્રિશ રઘુવંશીએ ૧૮૦ બૉલમાં ૧૩ ફોર અને એક સિક્સના સહારે ૧૧૪ રન કરીને પોતાની પહેલવહેલી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સેન્ચુરી નોંધાવી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલા મુશીર ખાને ૧૮૫ બૉલમાં ૧૨ ફોર અને એક સિક્સની મદદથી ૧૦૯ રન કર્યા હતા. સતત બે રણજી મૅચમાં ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યા પછી મુશીર ખાને પોતાની ચોથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સેન્ચુરી ફટકારી હતી.
પહેલા દિવસના અંતે કૅપ્ટન સિદ્ધેશ લાડે ૮૨ બૉલમાં અણનમ ૨૯ રન અને સરફરાઝ ખાને ૩૮ બૉલમાં નૉટઆઉટ ૨૧ રન કર્યા હતા. હરિયાણાના બોલર્સ અમન કુમાર, અનુજ ઠકરાલ અને સામંત જાખરને એક-એક વિકેટ મળી હતી.
ADVERTISEMENT
મધ્ય પ્રદેશ સામે બિહાર ૯૯ રને ઑલઆઉટ થયું, સારાંશ જૈને ૭ વિકેટ લઈને ૨૦૦ વિકેટ પૂરી કરી
ઇન્દોરમાં મધ્ય પ્રદેશના સ્પિનર સારાંશ જૈને ૧૩ ઓવરમાં ૪૦ રન આપીને ૭ વિકેટ લેતાં જ બિહારના હાલ બેહાલ થયા હતા. બાવીસ ઓવરમાં બિહારની ટીમ ૯૯ રને ઑલઆઉટ થઈ હતી. પહેલા દિવસના અંતે મધ્ય પ્રદેશે ૫૭ ઓવરમાં ૨૬૧-૩નો સ્કોર કરીને ૧૬૨ રનની લીડ મેળવી હતી. સારાંશ જૈને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પણ પૂરી કરી હતી.
ગુજરાત સામે ડબલ સેન્ચુરી ફટકારનાર કૅપ્ટન આયુષ બડોનીના ૧૨૨ બૉલમાં ૧૧ ફોર, બે સિક્સની મદદથી કરેલા અણનમ ૧૦૬ રનને કારણે દિલ્હીએ ઝારખંડ સામે ૯૦ ઓવરમાં ૩૦૯-૫નો સ્કોર કર્યો હતો.
મહારાષ્ટ્ર સામે ગુજરાત પહેલા દિવસે ૭૫.૫ ઓવરમાં ૨૨૩ રને ઑલઆઉટ થયું હતું. કૅપ્ટન પૃથ્વી શો ઝીરો પર આઉટ થતાં પહેલા દિવસે મહારાષ્ટ્રની ટીમે ૧૨ ઓવરમાં ૨૪-૧નો સ્કોર કર્યો હતો. બરોડાની ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે પહેલા દિવસે ૮૬ ઓવરમાં ૨૫૯-૬નો સ્કોર કરીને સારી ટક્કર આપી હતી.
બીજી વિકેટની અણનમ ૩૦૮ રનની ભાગીદારીને આધારે મેઘાલયની ટીમે મિઝોરમ સામે ૮૯ ઓવરમાં ૩૮૫-૨નો સ્કોર કર્યો હતો.
