ગુરુવારે ભારતનો યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટીમ ઇન્ડિયા માટે ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર જસપ્રીત બુમરાહ પછી બીજો પેસ બોલર અને છઠ્ઠો ખેલાડી બન્યો હતો. ડ્રેસિંગ રૂમમાં અર્શદીપ સિંહની આ સિદ્ધિ બદલ સેલિબ્રેશન થયું હતું.
અર્શદીપ સિંહનું સેલિબ્રેશન
ગુરુવારે ભારતનો યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટીમ ઇન્ડિયા માટે ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર જસપ્રીત બુમરાહ પછી બીજો પેસ બોલર અને છઠ્ઠો ખેલાડી બન્યો હતો. ડ્રેસિંગ રૂમમાં અર્શદીપ સિંહની આ સિદ્ધિ બદલ સેલિબ્રેશન થયું હતું. કેક-કટિંગ પછી સાથી ખેલાડીઓએ તેને ઑટોગ્રાફ અને મેસેજ લખેલી જર્સી ગિફ્ટ કરી હતી.
અર્શદીપ સિંહે ૧૦૦ T20 મૅચમાં ભારત માટે સૌથી વધુ ૧૪૬ વિકેટ લીધી છે. વધુ ૪ વિકેટ લઈને તે ૧૫૦ વિકેટ લેનાર પહેલો ભારતીય બનશે. તેણે પોતાની ૬૪મી T20 મૅચમાં ભારત તરફથી ૧૦૦ વિકેટ લેનાર પહેલા ભારતીય બોલર તરીકેની સિદ્ધિ મેળવી હતી.
