Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાને એનર્જી ગૉડ કહે છે જેસન હોલ્ડર

ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાને એનર્જી ગૉડ કહે છે જેસન હોલ્ડર

Published : 22 April, 2026 04:23 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લે આ ખેલાડી ૫.૭૫ કરોડમાં રાજસ્થાન માટે રમ્યો હતો. IPLમાં પાંચ ટીમો માટે તેણે ફાસ્ટ બોલર તરીકે ૫૩ વિકેટ લીધી છે અને ફિનિશર તરીકે ૨૭ ઇનિંગ્સમાં ૨૫૯ રન કર્યા છે.

ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાને એનર્જી ગૉડ કહે છે જેસન હોલ્ડર

ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાને એનર્જી ગૉડ કહે છે જેસન હોલ્ડર


વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર જેસન હોલ્ડરે ગુજરાતના હેડ કોચ આશિષ નેહરા વિશે કહ્યું છે કે ‘૪૬ વર્ષનો આશિષ નેહરા ટીમમાં અપાર ઊર્જા ફેલાવે છે. હું તેને એનર્જી ગૉડ કહું છું. તે ખેલાડીઓને કોઈ પણ પડકાર માટે તૈયાર કરી શકે છે અને સારી સલાહ આપી શકે છે. તેની પાસે રમતની ઊંડી સમજ પણ છે.’ આશિષ નેહરા ગુજરાતને પહેલી બે સીઝનમાં ફાઇનલ સુધી પહોંચાડી ચૂક્યો છે. મૅચ દરમ્યાન તે ભાગ્યે જ બેસેલો જોવા મળે છે. ડગઆઉટમાં ફુટબૉલ મૅનેજરની જેમ ખેલાડીઓને સૂચન આપતા આ હેડ કોચના વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થાય છે. જેસન હોલ્ડરને ૭ કરોડમાં ગુજરાતે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જોકે તે હજી સુધી એક વખત પણ ટીમ માટે રમ્યો નથી. છેલ્લે આ ખેલાડી ૫.૭૫ કરોડમાં રાજસ્થાન માટે રમ્યો હતો. IPLમાં પાંચ ટીમો માટે તેણે ફાસ્ટ બોલર તરીકે ૫૩ વિકેટ લીધી છે અને ફિનિશર તરીકે ૨૭ ઇનિંગ્સમાં ૨૫૯ રન કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 04:23 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK