ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યે ભારત-બંગલાદેશ અને સાંજે ૮ વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે રસાકસી જોવા મળશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કતરના દોહામાં આયોજિત રાઇઝિંગ સ્ટાર મેન્સ T20 એશિયા કપ 2025માં આજે બે સેમી ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યે ભારત-બંગલાદેશ અને સાંજે ૮ વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે રસાકસી જોવા મળશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન અફઘાનિસ્તાન ઓછા નેટ રનરેટને કારણે ગ્રુપ Aમાં ત્રીજા ક્રમે રહ્યું છે.
પહેલાં ઇમર્જિંગ એશિયા કપના નામે ઓળખાતી આ ટુર્નામેન્ટની તમામ ૬ સીઝનની સેમી ફાઇનલમાં પાકિસ્તાન રમ્યું છે અને એ બે વખત ચૅમ્પિયન બન્યું છે. બે વખતનું ચૅમ્પિયન શ્રીલંકા અને પહેલી સીઝનનું ચૅમ્પિયન ભારત માત્ર એક-એક સીઝનમાં સેમી ફાઇનલ સુધી પહોંચી શક્યાં નથી. એક પણ ટાઇટલ ન જીતનાર બંગલાદેશ ચાર વખત સેમી ફાઇનલ રમ્યું છે.


