ઑસ્ટ્રેલિયાએ જાહેર કરેલી પ્લેઇંગ ઇલેવનમાં કૅપ્ટન પૅટ કમિન્સ અને નૅથન લાયનની પણ ઇન્જરી બાદ વાપસી
બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં જૉશ હેઝલવુડનું કમબૅક
આજથી શરૂ થઈ રહેલી બંગલાદેશ સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનની ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી દીધી હતી, જેમાં ઇન્જરીને લીધે ૧૧ મહિના સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેનાર જૉશ હેઝલવુડનું કમબૅક થયું છે. ઍશિઝ સિરીઝ દરમ્યાન ઇન્જર્ડ થઈને આઉટ થનાર કૅપ્ટન પૅટ કમિન્સ અને અનુભવી સ્પિનર નૅથન લાયનની પણ વાપસી થઈ છે. હેઝલવુડને લીધે સારા ફૉર્મ છતાં પેસબોલર સ્કૉટ બૉલૅન્ડને બહાર બેસવું પડશે.
૨૩ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ રમી રહેલી બંગલાદેશની ટીમને જરાય હળવાશથી લીધા વગર કાંગારૂઓએ અનુભવી અને મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે.
