Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ સામે પહેલી T20 સિરીઝ જીતવાનો ટાર્ગેટ લઈને મેદાન પર ઊતરશે કાંગારૂઓ

બંગલાદેશ સામે પહેલી T20 સિરીઝ જીતવાનો ટાર્ગેટ લઈને મેદાન પર ઊતરશે કાંગારૂઓ

Published : 17 June, 2026 10:58 AM | IST | Chattogram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧માં રમાયેલી એકમાત્ર સિરીઝમાં બંગલાદેશે ૪-૧થી જીત મેળવી હતી

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ અને બંગલાદેશી કૅપ્ટન લિટન દાસ

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ અને બંગલાદેશી કૅપ્ટન લિટન દાસ


ચટ્ટોગ્રામમાં આજે ૧૭ જૂનથી ૨૧ જૂન વચ્ચે બંગલાદેશ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ રમાશે. બન્ને ટીમ વચ્ચે એકમાત્ર T20 સિરીઝ બંગલાદેશમાં જ વર્ષ ૨૦૨૧માં રમાઈ હતી. યજમાન બંગલાદેશે આ સિરીઝ ૪-૧થી જીતી હતી. હરીફ ટીમ સામેની હમણાં સુધીની ચારેય જીત બંગલાદેશે આ સિરીઝમાં જ મેળવી હતી.

૨૦૦૭થી ૨૦૨૪ વચ્ચે બન્ને ટીમે ૧૧ T20 મૅચ રમી છે એમાંથી ઑસ્ટ્રેલિયાએ ૭ અને બંગલાદેશે ૪ જીત મેળવી છે. ચટ્ટોગ્રામમાં ઑસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી વખત વાઇટ-બૉલ મૅચ ૨૦૦૬માં વન-ડે ફૉર્મેટની મૅચ રૂપે રમ્યું હતું.



ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ઇન્જરીમાંથી સ્વસ્થ થયા બાદ મિચલ માર્શ કૅપ્ટન તરીકે મેદાન પર વાપસી કરી રહ્યો છે. બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ સ્નાયુઓના ખેંચાણની સમસ્યાને કારણે પહેલી મૅચ રમશે કે નહીં એ હજી નક્કી નથી.


ત્રણેય મૅચનો સમય - બપોરે ૧.૩૦ વાગ્યાથી


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 10:58 AM IST | Chattogram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK