૩૭ વર્ષના રવીન્દ્ર જાડેજાએ ૨૦૮ વન-ડે મૅચમાં ૨૮૬૬ રન કર્યા છે અને ૨૩૨ વિકેટ ઝડપી છે. તેણે છેલ્લે વન-ડે મૅચમાં ૫૦ પ્લસ રનનો સ્કોર ડિસેમ્બર ૨૦૨૦માં ફટકાર્યો હતો. નવેમ્બર ૨૦૨૩માં છેલ્લે તેણે એક મૅચમાં પાંચ વિકેટ ઝડપી હતી.
રવીન્દ્ર જાડેજા, આકાશ ચોપડા અને અક્ષર પટેલ
કૉમેન્ટેટર આકાશ ચોપડાએ હાલમાં ભારતના સ્ટાર ઑલરાઉન્ડરો રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ વચ્ચેની સરખામણી દરમ્યાન મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં છે. તેણે કહ્યું હતું કે ‘રવીન્દ્ર જાડેજા સાથે શું ચાલી રહ્યું છે? જો વાઇટ બૉલ ક્રિકેટમાં જાડેજા અને અક્ષર પટેલ વચ્ચે મુકાબલો થાય છે તો મને લાગે છે કે અક્ષર આગળ છે. તે રેસ જીતી રહ્યો છે.’
૪૮ વર્ષના આકાશ ચોપડાએ વધુમાં કહ્યું હતું કે ‘અક્ષર પટેલને ફરીથી T20નો વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. વન-ડે ક્રિકેટમાં પણ જો વર્લ્ડ કપ આવતી કાલથી શરૂ થતો હોય અને ભારતને બે સ્પિનરોમાંથી એકની પસંદગી કરવી પડે તો અક્ષર પટેલને પસંદ કરશે, કારણ કે રવીન્દ્ર જાડેજા રમી રહ્યો છે પણ યોગદાન આપી રહ્યો નથી.’
૩૭ વર્ષના રવીન્દ્ર જાડેજાએ ૨૦૮ વન-ડે મૅચમાં ૨૮૬૬ રન કર્યા છે અને ૨૩૨ વિકેટ ઝડપી છે. તેણે છેલ્લે વન-ડે મૅચમાં ૫૦ પ્લસ રનનો સ્કોર ડિસેમ્બર ૨૦૨૦માં ફટકાર્યો હતો. નવેમ્બર ૨૦૨૩માં છેલ્લે તેણે એક મૅચમાં પાંચ વિકેટ ઝડપી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી મૅચમાં તેણે ૯ ઓવરમાં વિકેટ લીધા વગર ૫૬ રન આપ્યા હતા. બૅટિંગ દરમ્યાન પાંચમા ક્રમે રમીને તે પાંચ બૉલમાં ૪ રન જ કરી શક્યો હતો. ૭૧ વન-ડેમાં ૮૫૮ રન કરીને ૭૫ વિકેટ લેનાર અક્ષર પટેલ છેલ્લે ઑક્ટોબર ૨૦૨૫માં વન-ડે મૅચ રમ્યો હતો.


