અક્ષર પટેલે પોસ્ટના કૅપ્શનમાં લખ્યું હતું, ‘બૉય્ઝ ઍન્ડ ધેર ટૉય્ઝ.’ આ ફોટો-પોસ્ટ પર ભૂતપૂર્વ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના ક્રિકેટર્સે રમૂજી કમેન્ટ પણ કરી હતી.
બૉય્ઝ ઍન્ડ ધેર ટૉય્ઝ
ક્રિકેટ-શેડ્યુલમાંથી મળેલા બ્રેક વચ્ચે ભારતીય ક્રિકેટર્સ પોતાની ફૅમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. નડિયાદના ક્રિકેટર અક્ષર પટેલે ગઈ કાલે પોતાના દીકરા હક્ષ સાથે રસપ્રદ ફોટો શૅર કર્યો હતો, જેમાં અક્ષર મોટી કારમાં અને હક્ષ રમકાડાની ટ્રકમાં બેઠેલો જોવા મળ્યો હતો.
અક્ષર પટેલે પોસ્ટના કૅપ્શનમાં લખ્યું હતું, ‘બૉય્ઝ ઍન્ડ ધેર ટૉય્ઝ.’ આ ફોટો-પોસ્ટ પર ભૂતપૂર્વ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના ક્રિકેટર્સે રમૂજી કમેન્ટ પણ કરી હતી.