હૅરી બ્રુકના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં શ્રીલંકન ઑલરાઉન્ડર દાસુન શનાકાનું સ્થાન નક્કી
દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન અક્ષર પટેલ, ફાફ ડુ પ્લેસી
દિલ્હી કૅપિટલ્સ (DC) પોતાના ૧૪મા કૅપ્ટન અક્ષર પટેલના નેતૃત્વમાં ૨૪ માર્ચે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઑલરાઉન્ડર અક્ષર પટેલને તેના આ નવા પદ માટે વાઇસ-કૅપ્ટન ફાફ ડુ પ્લેસી અને અનુભવી વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલનો પણ સાથ મળશે. દિલ્હી સીઝનમાં છ વાર પ્લે-ઑફ મૅચ રમ્યું છે અને ૨૦૨૦માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે એક માત્ર ફાઇનલ મૅચ રમ્યું હતું. આ વખતે ૧૧૯.૮૦ કરોડ રૂપિયા ખર્ચીને ૨૩ સભ્યોની સંતુલિત ટીમ દિલ્હીએ તૈયાર કરી છે.
ઇંગ્લૅન્ડના બૅટર હૅરી બ્રુકે છેલ્લી ઘડીએ નામ પરત ખેંચી લેતાં તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે. તેના સ્થાને શ્રીલંકન ઑલરાઉન્ડર દાસુન શનાકા સ્ક્વૉડમાં સામેલ થઈ ચૂક્યો છે. માત્ર એની જાહેરાત કરવાની બાકી છે.
ADVERTISEMENT
દિલ્હીની ટીમ પાસે મિચલ સ્ટાર્ક સહિતનું આક્રમક બોલિંગ-યુનિટ છે. કે. એલ. રાહુલ, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસી અને જેક ફ્રેઝર મૅક્ગર્ક જેવા બૅટર એકલા હાથે મૅચ જિતાડવાનો અનુભવ ધરાવે છે. સ્પિન બોલિંગ-યુનિટ તરીકે સ્પિનર્સ અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જોવા મળશે. તેમનો બૅટિંગ ક્રમ અને બોલિંગની અસરકારકતા નક્કી કરશે કે તેઓ આ સીઝનમાં કેટલા સફળ થશે.
આ સ્ક્વૉડમાં કૅપ્ટન અક્ષર પટેલ સહિત ચાર પ્લેયર્સ ૧૦૦થી વધુ IPL મૅચ રમવાનો અનુભવ ધરાવે છે, જ્યારે ૧૦ જેટલા પ્લેયર્સ ૧૦થી ઓછી IPL મૅચનો ભાગ રહ્યા છે. સ્ક્વૉડના ૧૧ પ્લેયર્સ ૩૦થી વધુની ઉંમરના છે.
દિલ્હી કૅપિટલ્સનો કોચિંગ સ્ટાફ
કોચ : હેમાંગ બદાણી
બોલિંગ કોચ : મુનાફ પટેલ
ટીમ મેન્ટર : કેવિન પીટરસન
સહાયક કોચ : મૅથ્યુ મૉટ
ક્રિકેટ ડિરેક્ટર : વેણુગોપાલ રાવ
દિલ્હીનો IPL રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૫૨ |
જીત |
૧૧૨ |
હાર |
૧૩૪ |
ટાઇ |
૦૪ |
નો-રિઝલ્ટ |
૦૨ |
જીતની ટકાવારી |
૪૪.૪૪ |
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ |
અક્ષર પટેલ (૩૧ વર્ષ) - ૧૫૦ મૅચ |
ફાફ ડુ પ્લેસી (૪૦ વર્ષ) - ૧૪૫ મૅચ |
કે. એલ. રાહુલ (૩૨ વર્ષ) - ૧૩૨ મૅચ |
મોહિત શર્મા (૩૬ વર્ષ) - ૧૧૨ મૅચ |
કુલદીપ યાદવ (૩૦ વર્ષ) - ૮૪ મૅચ |
કરુણ નાયર (૩૩ વર્ષ) - ૭૬ મૅચ |
ટી. નટરાજન (૩૩ વર્ષ) - ૬૧ મૅચ |
મિચલ સ્ટાર્ક (૩૫ વર્ષ) - ૪૧ મૅચ |
મુકેશ કુમાર (૩૧ વર્ષ) - ૨૦ મૅચ |
અભિષેક પોરેલ (બાવીસ વર્ષ) - ૧૮ મૅચ |
ટ્રિસ્ટન સ્ટબ્સ (૨૪ વર્ષ) - ૧૮ મૅચ |
દુષ્મન્થા ચમીરા (૩૩ વર્ષ) - ૧૩ મૅચ |
આશુતોષ શર્મા (૨૬ વર્ષ) - ૧૧ મૅચ |
જેક ફ્રેઝર મૅક્ગર્ક (૨૨ વર્ષ) - ૦૯ મૅચ |
સમીર રિઝવી (૨૧ વર્ષ) - ૦૮ મૅચ |
દર્શન નાલકંડે (૨૬ વર્ષ) - ૦૬ મૅચ |
દાસુન શનાકા (૩૩ વર્ષ) - ૦૩ મૅચ |
ડોનોવન ફેરેરા (૨૬ વર્ષ) - ૦૨ મૅચ |
વિપ્રાજ નિગમ (૨૦ વર્ષ) - ૦૦ |
અજય મંડલ (૨૯ વર્ષ) - ૦૦ |
મનવંથ કુમાર (૨૧ વર્ષ) - ૦૦ |
ત્રિપુરાણા વિજય (૨૩ વર્ષ) - ૦૦ |
માધવ તિવારી (૨૧ વર્ષ) - ૦૦ |
IPL 2008થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં ટીમનું સ્થાન |
૨૦૦૮ - ચોથું |
૨૦૦૯ - ત્રીજું |
૨૦૧૦ - પાંચમું |
૨૦૧૧ - દસમું |
૨૦૧૨ - ત્રીજું |
૨૦૧૩ - નવમું |
૨૦૧૪ - આઠમું |
૨૦૧૫ - સાતમું |
૨૦૧૬ - છઠ્ઠું |
૨૦૧૭ - છઠ્ઠું |
૨૦૧૮ - આઠમું |
૨૦૧૯ - ત્રીજું |
૨૦૨૦ – રનર-અપ |
૨૦૨૧ - ત્રીજું |
૨૦૨૨ - પાંચમું |
૨૦૨૩ - નવમું |
૨૦૨૪ - છઠ્ઠું |
11
સ્ક્વૉડના આટલા પ્લેયર્સ ૩૦થી વધુની ઉંમરના છે. ૧૦ જેટલા પ્લેયર્સ ૧૦થી ઓછી IPL મૅચનો ભાગ રહ્યા છે.

