એ જોઈને આર. અશ્વિને ચેન્નઈ ટીમ મૅનેજમેન્ટ પર રોષ વ્યક્ત કર્યો
આયુષ મ્હાત્રે
હૈદરાબાદ સામેની મૅચમાં ત્રીજા ક્રમે રમીને આયુષ મ્હાત્રેએ પાંચ ફોર અને એક સિક્સના આધારે ૧૩ બૉલમાં ૩૦ રન કર્યા હતા. ૨૩૦.૭૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરવા દરમ્યાન તેને પગના સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો હતો. હૅમસ્ટ્રિંગ ઇન્જરી જેવી પરિસ્થિતિમાં પણ તે ચેન્નઈ માટે પિચ પર રન દોડતો જોવા મળ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને આ મામલે ટીમ મૅનેજમેન્ટ પર રોષ ઠાલવતાં કહ્યું હતું કે ‘આયુષ મ્હાત્રેને આ ઇન્જરીને કારણે થોડા સમય માટે સાઇડલાઇન કરવામાં આવી શકે છે. જ્યારે તે બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના ઘૂંટણની આસપાસ પાટો બાંધેલો હતો. તેની ઈજા ચિંતાનું કારણ બની છે. તે પિચ પર ખરાબ રીતે લંગડાતો-લંગડાતો દોડતો હતો. ટીમે બેદરકારીપૂર્વક તેને રમવો દીધો એ જોઈને મને આઘાત લાગ્યો હતો.’
