એક જ દેશમાં ૮ સદી સાથે કોહલી અને અભિષેકના રેકૉર્ડની પણ બરોબરી કરી...
T20માં કૅપ્ટન તરીકે સૌથી વધારે સેન્ચુરી હવે બાબર આઝમના નામે
ઘણા સમયથી ખરાબ ફૉર્મને લીધે ટીકાઓ સહન કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં મંગળવારે રમાયેલી ક્વૉલિફાયરમાં ૫૯ બૉલમાં ૪ સિક્સર અને ૧૨ ફોર સાથે ૧૦૩ રન ફટકારીને ટીમને ફાઇનલમાં પહોંચાડવા ઉપરાંત અનેક રેકૉર્ડ સર્જી દીધા હતા.
બાબરની PSLમાં આ ચોથી અને T20 ક્રિકેટમાં કૅપ્ટન તરીકે નવમી સેન્ચુરી હતી. આ સાથે તે T20 ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર કૅપ્ટન બની ગયો છે. આ પહેલાં ૮ સેન્ચુરી સાથે તે અને સાઉથ આફ્રિકન ખેલાડી ફૅફ ડુ પ્લેસી સંયુક્ત રીતે આ રેકૉર્ડ ધરાવતા હતા. વિરાટ કોહલી આ મામલે પાંચ સેન્ચુરી સાથે ચોથા ક્રમાંકે છે.
પાકિસ્તાનની ધરતી પર બાબરની આ આઠમી T20 સેન્ચુરી હતી અને એ સાથે તેણે એક જ દેશમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવાના મામલે વિરાટ કોહલી અને અભિષેક શર્માના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી.
બાબર આઝમ ઘણા સમય બાદ બૅટ વડે ચમકારો બતાવી રહ્યો છે અને PSLમાં આ ચોથી સેન્ચુરી સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ સેન્ચુરીના ઉસ્માન ખાનના અને આ સીઝનમાં કુલ ૫૮૮ રન સાથે એક સીઝનમાં સૌથી વધુ રનના ફખર ઝમાનના રેકૉર્ડની બરોબરી પણ તેણે કરી લીધી હતી.
|
T20માં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર કૅપ્ટન |
|
|
બાબર આઝમ (પાકિસ્તાન) |
૯ |
|
ફૅફ ડુ પ્લેસી (સાઉથ આફ્રિકા) |
૮ |
|
માઇકલ ક્લિન્જર (ઑસ્ટ્રેલિયા) |
૬ |
|
વિરાટ કોહલી (ભારત) |
૫ |
|
જેમ્સ વિન્સ (ઇંગ્લૅન્ડ) |
૫ |
ADVERTISEMENT
