યજમાન બંગલાદેશ ગઈ કાલે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ૪૧૭ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. ભૂતપૂર્વ કૅપ્ટન મુશફિકુર રહીમની ૭૧ રનની ઇનિંગ્સના જોરે બંગલાદેશ ૪૦૦ પ્લસનો સ્કોર બનાવી શક્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ
યજમાન બંગલાદેશ ગઈ કાલે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ૪૧૭ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. ભૂતપૂર્વ કૅપ્ટન મુશફિકુર રહીમની ૭૧ રનની ઇનિંગ્સના જોરે બંગલાદેશ ૪૦૦ પ્લસનો સ્કોર બનાવી શક્યું હતું. પાકિસ્તાન સામે બંગલાદેશનો ટેસ્ટમાં આ હાઇએસ્ટ સ્કોર બની ગયો હતો.
પાકિસ્તાન વતી મોહમ્મદ અબ્બાસે ૯૨ રનમાં પાંચ તથા શાહીન શાહ આફ્રિદીએ ૧૧૩ રનમાં ૩ વિકેટ લીધી હતી. પાકિસ્તાને દિવસના અંત સુધી એક વિકેટે ૧૭૯ રન ફટકારીને મજબૂત શરૂઆત કરી હતી. ઇમામ-ઉલ-હક ૪૫ રન બનાવીને આઉટ થયા બાદ પ્રથમ ટેસ્ટ-મૅચ રમી રહેલા અઝાન અવૈસ ૮૫ રન અને અબ્દુલાહ ફઝલ ૩૭ રન બનાવીને અણનમ રહ્યા હતા. પાકિસ્તાન હજુ બંગલાદેશના સ્કોરથી ૨૩૪ રન પાછળ છે અને એની ૯ વિકેટ બાકી છે.
