Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્લીસ, વિમેન્સ ક્રિકેટ જુઓ અને એને મેન્સ ક્રિકેટના સ્તર સુધી પહોંચાડો

પ્લીસ, વિમેન્સ ક્રિકેટ જુઓ અને એને મેન્સ ક્રિકેટના સ્તર સુધી પહોંચાડો

Published : 18 February, 2026 10:53 AM | Modified : 18 February, 2026 11:00 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ જાહેરમાં હાથ જોડીને વિનંતી કરી...

ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુકલા

ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુકલા


બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BCC)એ હાલમાં નવી દિલ્હીમાં ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય મહિલા ખેલાડીઓ માટે અવૉર્ડ-શોનું આયોજન કર્યું હતું. આ અવૉર્ડ-સમારોહમાં ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુકલાએ વિમેન્સ ક્રિકેટને પ્રોત્સાહન આપવા જાહેરમાં હાથ જોડીને વિનંતી કરી હતી.

૬૬  વર્ષના રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ‘ભારતની મહિલા ક્રિકેટ ટીમો ખૂબ સરસ રમી રહી છે. હાલમાં તેમણે જે વર્લ્ડ કપ જીત્યા છે એના માટે તેમની પ્રશંસા થવી જ જોઈએ. ક્રિકેટ બોર્ડ વિમેન્સ ક્રિકેટને ખૂબ સમર્થન આપી રહ્યું છે. અમે વિમેન્સ ક્રિકેટ પ્લેયર્સ માટેની મૅચો અને સૅલેરી લગભગ મેન્સ ક્રિકેટર્સ જેટલી જ કરી દીધી છે.’  



રાજીવ શુક્લાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે એક સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તમે લોકો વિમેન્સ ક્રિકેટને સપોર્ટ નથી કરી રહ્યા. સ્ટેડિયમમાં દર્શકો જ નથી આવતા. હાલમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) સમાપ્ત થઈ. કેટલા લોકો તેમની મૅચ જોવા સ્ટેડિયમમાં ગયા? સ્ટેડિયમ ખાલી જોવા મળ્યાં અને ટેલિવિઝન-રેટિંગ પણ ઓછું મળ્યું. હું હાથ જોડીને આપ તમામને વિનંતી કરું છું કે તમે પ્લીસ વિમેન્સ ક્રિકેટ જુઓ. જો તમે વિમેન્સ ક્રિકેટ જોવાનું શરૂ કરશો તો એ મેન્સ ક્રિકેટના સ્તર સુધી પહોંચી શકશે.’


BBCના અવૉર્ડ-સમારોહમાં પૅરા-ઍથ્લીટ પ્રીતિ પાલ, ચેસપ્લેયર દિવ્યા દેશમુખ સહિત ઘણીબધી રમતોની મહિલા પ્લેયર્સને સન્માનિત કરવામાં આવી હતી. ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના માટે પણ અવૉર્ડ એનાયત થયો હતો. જોકે ઑસ્ટ્રેલિયાની ટૂર પર હોવાથી તે સમારોહમાં હાજર રહી શકી નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 11:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK