Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ-લિસ્ટમાં વિરાટ અને રોહિતનું ગ્રેડ Bમાં ડિમોશન

ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ-લિસ્ટમાં વિરાટ અને રોહિતનું ગ્રેડ Bમાં ડિમોશન

Published : 10 February, 2026 12:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેમિમા રૉડ્રિગ્સને ગ્રેડ Aમાં પ્રમોશન

ક્રિકેટ બોર્ડે મેન્સ અને વિમેન્સ પ્લેયર્સ માટે ૨૦૨૫-’૨૬ સીઝનના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની જાહેરાત કરી

ક્રિકેટ બોર્ડે મેન્સ અને વિમેન્સ પ્લેયર્સ માટે ૨૦૨૫-’૨૬ સીઝનના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની જાહેરાત કરી


ક્રિકેટ બોર્ડે ગઈ કાલે મેન્સ અને વિમેન્સ પ્લેયર્સ માટે ૨૦૨૫-’૨૬ સીઝનના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની જાહેરાત કરી હતી. મેન્સ પ્લેયર્સ માટેની ૭ કરોડ રૂપિયાની ગ્રેડ A+ કૅટેગરી આ સીઝન માટે હટાવવામાં આવી છે. ગયા વર્ષે આ કૅટેગરીમાં સામેલ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને ગ્રેડ Aમાં શુભમન ગિલ સાથે સામેલ કરવામાં આવ્યાં છે, જ્યારે માત્ર વન-ડે ફૉર્મેટ રમી રહેલા સ્ટાર બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલીનું A+થી B ગ્રેડમાં ડિમોશન થયું છે.

છેલ્લા લિસ્ટમાં ગ્રેડ Aમાં સામેલ મોહમ્મદ સિરાજ, કે. એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત પણ ગ્રેડ Bમાં શિફ્ટ થયા છે. T20 વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલને પણ Bથી C ગ્રેડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મોહમ્મદ શમી, ઈશાન કિશન, રજત પાટીદાર, મુકેશ કુમાર, સરફરાઝ ખાને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યો છે. ૩૦ પ્લેયર્સના આ લિસ્ટમાં સાઈ સુદર્શન એકમાત્ર નવું નામ છે.



મહિલા ટીમના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાં પ્લેયર્સની સંખ્યા ૧૬થી વધીને ૨૧ થઈ છે. વર્લ્ડ કપ સ્ટાર જેમિમા રૉડ્રિગ્સને Bથી A ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે. શ્રેયન્કા પાટીલ અને પૂજા વસ્ત્રાકરે કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યો છે, જ્યારે  જી. કમલિની અને વૈષ્ણવી શર્મા સહિતના પ્લેયર્સને પહેલી વખત  સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં સ્થાન મળ્યું છે.


ટીમ ઇન્ડિયા (સિનિયર મેન્સ)વાર્ષિક કૉન્ટ્રૅક્ટ 2025-’26

ગ્રેડ A : શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.


ગ્રેડ B : વૉશિંગ્ટન સુંદર, રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જાયસવાલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર.

ગ્રેડ C : અક્ષર પટેલ, તિલક વર્મા, રિન્કુ સિંહ, શિવમ દુબે, સંજુ સૅમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ, ઋતુરાજ ગાયકવાડ.

ટીમ ઇન્ડિયા (સિનિયર મહિલા) વાર્ષિક કરાર 2025-’26

ગ્રેડ A : હરમનપ્રીત કૌર, સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા.

ગ્રેડ B : રેણુકા સિંહ ઠાકુર, શફાલી વર્મા, રિચા ઘોષ, સ્નેહ રાણા.

ગ્રેડ C : રાધા યાદવ, અમનજોત કૌર, પ્રતીકા રાવલ, ક્રાન્તિ ગૌડ, ઉમા છેત્રી, અરુંધતી રેડ્ડી, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ, કાશ્વી ગૌતમ, જી. કમલિની, વૈષ્ણવી શર્મા, તેજલ હસબનીસ.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK