Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં હવે સ્માર્ટ સનગ્લાસિસ અને ગૉગલ્સના ઉપયોગ પર પ્રતિબંધ

IPLમાં હવે સ્માર્ટ સનગ્લાસિસ અને ગૉગલ્સના ઉપયોગ પર પ્રતિબંધ

Published : 30 May, 2026 05:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવા ગૉગલ્સમાં ઑડિયો અને વિડિયો કૉલિંગની સુવિધા હોવાને કારણે ચીટિંગ થવાની શક્યતા...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ભારતીય ક્રિકેટ બોર્ડના ઍન્ટિ-કરપ્શન ઍન્ડ સિક્યૉરિટી યુનિટે IPL 2026માં ભાગ લેતી ટીમો માટે ચેતવણી જાહેર કરી છે. દરેક ટીમને ટુર્નામેન્ટ દરમ્યાન સ્માર્ટ સનગ્લાસિસ અથવા ગૉગલ્સ રાખવા અથવા એનો ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી છે.

કેટલીક કંપનીઓ પોતાના સ્માર્ટ સનગ્લાસિસ અથવા ગૉગલ્સમાં અદ્યતન સંચારસુવિધાઓ સામેલ કરે છે. આ સુવિધાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ ક્ષમતાઓ, ટેક્સ્ટ મેસેજ મોકલવાની અને પ્રાપ્ત કરવાની ક્ષમતા તેમ જ મોબાઇલ-ડેટા અથવા વાઈ-ફાઈ દ્વારા ઑડિયો અને વિડિયો કૉલિંગ માટેના વિકલ્પોનો સમાવેશ થાય છે.

પ્લેયર્સ ઍન્ડ મૅચ ઑફિશ્યલ્સ એરિયા (PMOA)ને સંચાલિત કરતા નિયમો હેઠળ સ્માર્ટ સનગ્લાસિસ અથવા ગૉગલ્સને કમ્યુનિકેશનનાં સાધનો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. હવે PMOAની અંદર આવાં ઉપકરણોનો કબજો અથવા ઉપયોગ સખત પ્રતિબંધિત છે.

મૅચના દિવસોમાં બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને PMOAમાં પ્રવેશ કરતી વખતે આ ઉપકરણો તેમના મોબાઇલ ફોન અને સ્માર્ટ વૉચ સાથે સુરક્ષા-અધિકારી પાસે જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK