રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક અનોખી સિદ્ધિ મેળવી છે. તે T20 ફૉર્મેટમાં ૩૦૦ મૅચ રમનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે.
ભુવનેશ્વર કુમાર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક અનોખી સિદ્ધિ મેળવી છે. તે T20 ફૉર્મેટમાં ૩૦૦ મૅચ રમનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. સ્ટાર બૅટર રોહિત શર્મા, વિરાટ કોહલી અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સહિતના પ્લેયર્સ બાદ તે આ સિદ્ધિ મેળવનાર ઓવરઑલ દસમો ભારતીય ક્રિકેટર બન્યો છે. ૩૫ વર્ષના આ ફાસ્ટ બોલરે ૧૮૧ IPL, ૮૭ T20 ઇન્ટરનૅશનલ અને ૩૨ ડોમેસ્ટિક T20 મૅચમાં ૭.૨૭ની ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૩૧૬ વિકેટ લીધી છે. તે છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો હતો.

