Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભુવનેશ્વર કુમાર ફરી એક વખત ભારતની બ્લુ જર્સીમાં રમશે

ભુવનેશ્વર કુમાર ફરી એક વખત ભારતની બ્લુ જર્સીમાં રમશે

Published : 06 October, 2026 06:08 PM | IST | Hong Kong
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉન્ગકૉન્ગ સિ​ક્સિસ માટેની ભારતીય ટીમનું નેતૃત્વ સોંપાયું, ૩૦ ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમશે, ૩૬ વર્ષનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ફરી એક વખત ભારતની બ્લુ જર્સીમાં રમતો જોવા મળશે.

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર


૩૬ વર્ષનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ફરી એક વખત ભારતની બ્લુ જર્સીમાં રમતો જોવા મળશે. હૉન્ગકૉન્ગ સિક્સિસની આગામી સીઝનમાં ભુવનેશ્વર કુમારની આગેવાનીમાં ૭ સભ્યોની ભારતીય સ્ક્વૉડ મોકલવામાં આવશે. 
૩૦, ૩૧ ઑક્ટોબર અને એક નવેમ્બરે ૪ ગ્રુપમાં વિભાજિત ૧૨ ટીમો વચ્ચે જંગ જામશે. ૬-૬ ઓવર અને ૬-૬ પ્લેયર્સવાળી ટુર્નામેન્ટમાં દરેક ટીમ પોતાના ગ્રુપની બે ટીમો સામે એક-એક મૅચ રમશે. ગ્રુપ Cમાં સામેલ ભારત ૩૦ ઑક્ટોબરે પાકિસ્તાન અને ૩૧ ઑક્ટોબરે UAE સામે રમશે. 
ભુવનેશ્વર કુમાર સિવાય સ્પિન ઑલરાઉન્ડર્સ કૃણાલ પંડ્યા, શશાંક સિંહ, નીતીશ રાણા, રાહુલ તેવતિયા, બૅટર રાહુલ ત્રિપાઠી અને ફાસ્ટ બોલર ટી. નટરાજન પણ આ ટુર્નામેન્ટ માટે હૉન્ગકૉન્ગ જશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 06:08 PM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK