Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હૉસ્પિટલમાં ડૉક્ટરો પર હુમલો કરનારા શિવસેનાના નગરસેવકે કર્યું આત્મસમર્પણ, જેલભેગા થયા

હૉસ્પિટલમાં ડૉક્ટરો પર હુમલો કરનારા શિવસેનાના નગરસેવકે કર્યું આત્મસમર્પણ, જેલભેગા થયા

Published : 06 October, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા, નીચલી કોર્ટને લપડાક લગાવીને કહ્યું કે આરોપીઓ સામે પહેલાં મર્ડર જેવા ગુના નોંધાયા છે એ ધ્યાનમાં કેમ ન લીધું?

રમેશ મ્હાત્રે

રમેશ મ્હાત્રે


ડોમ્બિવલીની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ડૉક્ટરો તથા હૉસ્પિટલના સ્ટાફ પર હુમલો કરનારા અને ત્યાર બાદ જામીન પર છૂટેલા તથા આ કેસના મુખ્ય આરોપી શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે ઉપરાંત ૩ અન્ય આરોપીઓએ થાણેની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમના જામીન રદ કર્યા ત્યાર પછી તેમણે રવિવારે આત્મસમર્પણ કર્યા પછી કોર્ટે તેમને કલ્યાણની આધારવાડી જેલમાં લઈ જવાનો આદેશ આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રમેશ મ્હાત્રે તથા અન્ય આરોપીઓના જામીન રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોએ આરોપીઓને આપેલા જામીનના આદેશ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે નીચલી અદાલતોએ આ ફેંસલો આપતાં પહેલાં આરોપીઓ વિરુદ્ધ પહેલેથી જ ૧૮ કરતાં વધુ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવા છતાં એની નોંધ લીધી નથી. 
૧૮ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે રમેશ મ્હાત્રે તથા અન્ય આરોપીઓ રમેશ પવાર, પ્રમોદ ઉર્ફે પ્રકાશ નિકમ અને અક્ષય કરાંડેના જામીન રદ કર્યા હતા. આરોપીઓએ છઠ્ઠી જુલાઈએ એક મહિલા ડૉક્ટર સહિત અન્ય ડૉક્ટર તથા સ્ટાફ સાથે માથાઝીક કર્યા બાદ તેમના પર હુમલો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK