પર્થ સ્કૉર્ચર્સ સામે બ્રિસબેન હીટે ૨૫૮ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો
બિગ બૅશ લીગમાં પહેલી વખત ૫૦૦+ રનની મૅચ રમાઈ
ગઈ કાલે બ્રિસબેનના મેદાન પર પર્થ સ્કૉર્ચર્સ અને બ્રિસબેન હીટ વચ્ચે બિગ બૅશ લીગ ઇતિહાસની પહેલી ૫૦૦+ રનની મૅચ રમાઈ હતી. ટુર્નામેન્ટના ઇતિહાસના હાઇએસ્ટ રન-ચેઝને કારણે ટોટલ ૫૧૫ રન બન્યા હતા.
ફિન ઍલનના ૭૯ રન અને કૂપર કૉનોલીના ૭૭ રનના આધારે પર્થ ટીમે ૬ વિકેટે ૨૫૭ રન કર્યા હતા. જવાબમાં બ્રિસબેન ટીમે જૅક વિલ્ડરમુથના ૧૧૦ રન અને મૅટ રેનશૉના ૧૦૨ રનની મદદથી ૧૯.૫ ઓવરમાં બે વિકેટે T20 ક્રિકેટનો ત્રીજો અને આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.


