Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ અહેવાલને કારણે ફિક્સિંગ કાંડમાં નવો વળાંક આવ્યો

આ અહેવાલને કારણે ફિક્સિંગ કાંડમાં નવો વળાંક આવ્યો

Published : 19 April, 2026 10:09 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિશ્નોઈ ગૅન્ગની ધમકીઓને કારણે વર્લ્ડ કપ પહેલાં પંજાબનો દિલપ્રીત બાજવા બન્યો હતો કૅનેડાનો કૅપ્ટન

દિલપ્રીત બાજવા

દિલપ્રીત બાજવા


કરપ્શન, ક્રાઇમ ઍન્ડ ક્રિકેટ નામની એક ડૉક્યુમેન્ટરીને કારણે ICCના ઍન્ટિ-કરપ્શન યુનિટે કૅનેડિયન ક્રિકેટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના અનેક કથિત કિસ્સાઓની તપાસ શરૂ કરી છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026નાં ત્રણ અઠવાડિયાં પહેલાં કૅપ્ટન બનેલા ભારતીય મૂળના દિલપ્રીત બાજવા પર પણ ટુર્નામેન્ટ દરમ્યાન ફિક્સિંગ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. કૅનેડાની સીબીસી ન્યુઝે આ ફિક્સિંગ કાંડ વિશે મોટો ખુલાસો કર્યો છે. અહેવાલો અનુસાર કૅનેડામાં પણ પ્રભાવ ધરાવતા લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે ક્રિકેટ કૅનેડાની કામગીરીને પ્રભાવિત કરી છે. જુલાઈ ૨૦૨૫માં આ ગૅન્ગે એક વરિષ્ઠ ક્રિકેટર અને અધિકારીને ધમકી આપી હતી. તેઓ ટીમમાં પંજાબમાં જન્મેલા ૨૩ વર્ષના દિલપ્રીત બાજવાની પ્રગતિ માટે પ્રેશર કરી રહ્યા હતા, નહીં તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. કેટલાક અહેવાલ અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ તેમના ઘરે ગોળીબારની અનેક ઘટનાઓ બાદ રાજીનામું આપ્યું હતું. ધમકીઓ બાદ ટીમના કેટલાક પ્લેયર્સે અને અધિકારીઓએ પોલીસ-સુરક્ષાની વિનંતી પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 10:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK