વાઇસ-કૅપ્ટન રિષભ પંતે બીજી ઇનિંગ્સમાં ટીમની કમાન સંભાળી
રિટાયર્ડ હર્ટ થયા બાદ મેદાન છોડતી વખતે પીડામાં જોવા મળ્યો હતો શુભમન ગિલ.
ભારતનો યંગ બૅટર અને ટેસ્ટ-ટીમનો કૅપ્ટન શુભમન ગિલ ભારત માટે હાલમાં ત્રણેય ફૉર્મેટમાં બૅક-ટુ-બૅક મૅચ રમી રહ્યો છે. વ્યસ્ત શેડ્યુલ વચ્ચે તે કલકત્તા ટેસ્ટ-મૅચના બીજા દિવસે ટીમ-મૅનેજમેન્ટને ગરદનના દુખાવા વિશે જાણ કરીને મેદાનમાં ઊતર્યો હતો. બીજા દિવસે ટીમની પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ દરમ્યાન ૩૫મી ઓવરમાં સ્લૉગ સ્વીપ શૉટમાં ફોર ફટકારતી વખતે તેની ગરદનમાં દુખાવો ઊપડતાં તેણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું.
ત્રણ બૉલમાં ચાર રન કર્યા બાદ તે તબીબી ટીમની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો હતો. બીજા દિવસે સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગ્સની બૅટિંગ દરમ્યાન વાઇસ-કૅપ્ટન રિષભ પંતે ટીમની કમાન સંભાળી હતી.


