એક ઇવેન્ટમાં તેણે કહ્યું હતું કે ‘મને ઑલિમ્પિક્સનો ભાગ બનવાનું ગમશે. એ એક મોટું સન્માન છે.
ગૌતમ ગંભીર
ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરે આગામી ઑલિમ્પિક્સ માટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ૨૦૨૭માં પૂરો થશે, પરંતુ તેણે ૨૦૨૮ની ઑલિમ્પિક્સનો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક ઇવેન્ટમાં તેણે કહ્યું હતું કે ‘મને ઑલિમ્પિક્સનો ભાગ બનવાનું ગમશે. એ એક મોટું સન્માન છે. ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન બહુ ઓછા લોકોને મળે છે.’ અમેરિકાના લૉસ ઍન્જલસમાં યોજાનારી આગામી ઑલિમ્પિક્સમાં ક્રિકેટ ૧૨૮ વર્ષ બાદ વાપસી કરશે. પોતાની કોચિંગ-કરીઅર વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘હું માણસ છું અને હું પણ ભૂલો કરું છું. સાચા ઇરાદા સાથે ખોટા નિર્ણયો સ્વીકાર્ય છે. ખોટા ઇરાદા સાથે ખોટા નિર્ણયોને ડ્રેસિંગ-રૂમમાં ક્યારેય મંજૂરી નથી. હું પહેલા દિવસથી જ ખૂબ સ્પષ્ટ હતો. રમત જેટલી મુશ્કેલ હશે તમારે એટલા જ આક્રમક બનવું પડશે. સફળતા ક્યારેય એક વ્યક્તિ વિશે નથી હોતી. એ ડ્રેસિંગ-રૂમમાં ખેલાડીઓથી લઈને સપોર્ટ સ્ટાફ સુધી દરેકની હોય છે.’
