જવાબમાં રૉસ્ટન ચેઝની ટીમ સેન્ટ લુસિયા કિંગ્સ ૧૩.૫ ઓવરમાં ૯૮ રને ઑલઆઉટ થઈને ૧૩૭ રને હારી હતી.
દાસુન શનાકા
કૅરિબિયન પ્રીમિયર લીગમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારવાનો રેકૉર્ડ ગુરુવારે શ્રીલંકાના ઑલરાઉન્ડર દાસુન શનાકાએ તોડ્યો હતો. આ મૅચમાં સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પેટ્રિઅટ્સે દાસુન શનાકાની સદીના અણનમ ૧૨૧ રનની મદદથી ૨૩૫-૪નો સ્કોર કર્યો હતો. જવાબમાં રૉસ્ટન ચેઝની ટીમ સેન્ટ લુસિયા કિંગ્સ ૧૩.૫ ઓવરમાં ૯૮ રને ઑલઆઉટ થઈને ૧૩૭ રને હારી હતી.
દાસુન શનાકાનું પ્રદર્શન
ADVERTISEMENT
રન : ૧૨૧
બૉલ: ૪૩
ફોર : ૮
સિક્સ : ૧૨
સ્ટ્રાઇક-રેટ : ૨૮૧.૪૦
જેસન હોલ્ડરની ટીમ માટે ચોથા ક્રમે બૅટિંગ કરીને દાસુન શનાકાએ ૪૩ બૉલમાં ૮ ફોર અને ૧૨ સિક્સની મદદથી અણનમ ૧૨૧ રન ઝૂડ્યા હતા. દાસુન શનાકાએ ૩૯ બૉલમાં કૅરિબિયન પ્રીમિયર લીગની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. અગાઉ આન્દ્રે રસેલે ૨૦૧૮માં, ટિમ સાઇફર્ટે ૨૦૨૫માં અને શિમરન હેટમાયરે આ વર્ષે ૪૦-૪૦ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.
