ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નરે ૨૦૨૩ બાદ ફરી એક વખત સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા સોશ્યલ મીડિયા પર બ્લૉક થવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
ડેવિડ વૉર્નર
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નરે ૨૦૨૩ બાદ ફરી એક વખત સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા સોશ્યલ મીડિયા પર બ્લૉક થવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે એક ચાહકે વૉર્નરની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કમેન્ટ-બૉક્સમાં હૈદરાબાદ ટીમને ટૅગ કરીને ફ્રૅન્ચાઇઝીને તેને અનબ્લૉક કરવાની વિનંતી કરી ત્યારે વૉર્નરે જવાબ આપ્યો હતો, ‘તેઓ મને ક્યારેય અનબ્લૉક નહીં કરે.’
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર સનરાઇઝર્સ હૈદરાબાદના અકાઉન્ટનો સ્ક્રીનશૉટ શૅર કરીને ફૅન્સને પૂછ્યું પણ કે ‘શું આ સનરાઇઝર્સ હૈદરાબાદનું ઑફિશ્યલ અકાઉન્ટ છે?’ ૨૦૧૪થી ૨૦૨૧ સુધી હૈદરાબાદ માટે રમનાર ડેવિડ વૉર્નરે પોતાની કૅપ્ટન્સીમાં ૨૦૧૬માં આ ટીમને પહેલી ટ્રોફી જિતાડી આપી હતી. ડેવિડ વૉર્નર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના સંબંધોમાં કેમ તિરાડ પડી છે એની કોઈ સ્પષ્ટતા નથી થઈ.
