ઇંગ્લૅન્ડ સામેની બાકીની આજની મૅન્ચેસ્ટરની અને ૧૨ જુલાઈની બર્મિંગહૅમની T20માં શાનદાર પ્રદર્શન કરીને તે નંબર વન બોલર બની શકે છે
દીપ્તિ શર્મા
ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય સ્પિનર દીપ્તિ શર્મા (૭૩૮ રેટિંગ પૉઇન્ટ) ICCના T20 ઇન્ટરનૅશનલ રૅન્કિંગ્સમાં એક સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે પહોંચી ગઈ છે. ભારત તરફથી T20માં સૌથી વધુ ૧૪૪ વિકેટ લેનાર ૨૭ વર્ષની આ ઑલરાઉન્ડર છેલ્લાં છ વર્ષથી મોટા ભાગના સમયથી T20 બોલરોના રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં રહી છે. ઇંગ્લૅન્ડ સામેની બાકીની આજની મૅન્ચેસ્ટરની અને ૧૨ જુલાઈની બર્મિંગહૅમની T20માં શાનદાર પ્રદર્શન કરીને તે નંબર વન બોલર બની શકે છે. હાલમાં નંબર વનના સ્થાન માટે તે પાકિસ્તાનની સ્પિનર સાદિયા ઇકબાલથી માત્ર આઠ રેટિંગ પૉઇન્ટ પાછળ છે.
ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાંથી દીપ્તિ શર્મા કેમ ખસી ગઈ?
ઇંગ્લૅન્ડમાં પાંચથી ૩૧ ઑગસ્ટ વચ્ચે આયોજિત ધ હન્ડ્રેડ વિમેન્સ ટુર્નામેન્ટમાં એક પણ ભારતીય પ્લેયર્સ નહીં રમશે, કારણ કે એક માત્ર પ્લેયર્સ દીપ્તિ શર્મા વર્કલોડ મૅનેજમેન્ટને કારણે આ સ્પર્ધામાંથી ખસી ગઈ છે. ગયા વર્ષે ઑલરાઉન્ડર દીપ્તિએ સિક્સ ફટકારીને પોતાની આ ટીમને ટાઇટલ સુધી પહોંચાડી હતી.

