Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કર્ણાટક ૧૧ વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું, પંદરમી ફાઇનલ મૅચ જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે રમશે

કર્ણાટક ૧૧ વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું, પંદરમી ફાઇનલ મૅચ જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે રમશે

Published : 20 February, 2026 03:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડ સામેની સેમી-ફાઇનલ ડ્રૉ રહી, પહેલી ઇનિંગ્સના વિશાળ સ્કોરને કારણે ફાઇનલમાં એન્ટ્રી

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


વખતનું ચૅમ્પિયન કર્ણાટક ૨૦૧૪-’૧૫ની સીઝન પછી પહેલી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે. ઉત્તરાખંડ સામેની સેમી-ફાઇનલ મૅચના અંતિમ દિવસે ઉત્તરાખંડની ટીમ ઑલઆઉટ નહોતી થઈ એને કારણે મૅચ ડ્રૉ રહી હતી. પહેલી ઇનિંગ્સની લીડના આધારે કર્ણાટકે રણજી ટ્રોફીની પોતાની પંદરમી ફાઇનલ મૅચમાં પ્રવેશ કર્યો છે. કર્ણાટક પોતાના ઘરઆંગણે જ ૨૪ ફેબ્રુઆરીથી પહેલી વખતની ફાઇનલિસ્ટ જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે ચૅમ્પિયન બનવાના ફાઇનલ જંગમાં ટકરાશે.

કર્ણાટકે ૭૩૬ રન અને ૩૨૩ રન કરીને ૮૨૭ રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી વખત સેમી-ફાઇનલ રમનાર ઉત્તરાખંડે પહેલી ઇનિંગ્સમાં ૨૩૩ રને ઑલઆઉટ થયા બાદ પાંચમા દિવસના અંતે બીજી ઇનિંગ્સનો સ્કોર ૨૬૦/૬ કરીને પડકાર આપવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તરાખંડ માટે આદિત્ય રાવત ૧૧૪ બૉલમાં ૫૩ રન અને અભય નેગી ૬૬ બૉલમાં ૫૭ રન કરીને અંત સુધી ટકી રહ્યા હતા.



ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પોતાની પહેલી ડબલ સેન્ચુરી નોંધાવીને પહેલી ઇનિંગ્સમાં ૨૩૨ રન કરનાર કર્ણાટકનો કૅપ્ટન દેવદત્ત પડિક્કલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 03:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK