Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત ડબલ સેન્ચુરી છતાં હારનાર પહેલી ટીમ બની ઇંગ્લૅન્ડ

વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત ડબલ સેન્ચુરી છતાં હારનાર પહેલી ટીમ બની ઇંગ્લૅન્ડ

Published : 24 October, 2026 10:59 AM | Modified : 24 October, 2026 11:29 AM | IST | Rawalpindi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકની ૧૧૪ બૉલની ડબલ સેન્ચુરી અને ૧૧૬ બૉલની ૨૦૨ રનની ઇનિંગ્સ એળે ગઈ હતી. ૧૪ વખત વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત ડબલ સેન્ચુરી નોંધાઈ છે પણ પહેલી વખત કોઈ ટીમને ડબલ સેન્ચુરી છતાં હાર મળી છે.

હૅરી બ્રૂક

હૅરી બ્રૂક


રાવલપિંડીમાં ગુરુવારે ઇંગ્લૅન્ડના ૪૨૯-૪ના સ્કોર સામે ૪૯.૫ ઓવરમાં ૮ વિકેટે ૪૩૦ રન કરીને શ્રીલંકાએ વન-ડે ક્રિકેટ ઇતિહાસનો બીજો હાઇએસ્ટ રન-ચેઝ કર્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાએ કરેલો ૪૩૫ રનનો હાઇએસ્ટ રન-ચેઝનો ૨૦૦૬નો રેકૉર્ડ હજી પણ અંકબંધ છે. હાલમાં ૩૦ સપ્ટેમ્બરે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ગુવાહાટીમાં ૪૦૬ રન કરીને બીજી હાઇએસ્ટ રન-ચેઝ નોંધાવી હતી.

ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકની ૧૧૪ બૉલની ડબલ સેન્ચુરી અને ૧૧૬ બૉલની ૨૦૨ રનની ઇનિંગ્સ એળે ગઈ હતી. ૧૪ વખત વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત ડબલ સેન્ચુરી નોંધાઈ છે પણ પહેલી વખત કોઈ ટીમને ડબલ સેન્ચુરી છતાં હાર મળી છે. વન-ડે મૅચોમાં હારના કિસ્સામાં નોંધાયેલા સર્વોચ્ચ સ્કોરનો ૧૭ વર્ષ જૂનો રેકૉર્ડ પણ તૂટ્યો છે. ૨૦૦૯માં ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીએ બંગલાદેશ સામે અણનમ ૧૯૪ રન કર્યા હતા છતાં ટીમને હાર મળી હતી.



ક્રિકેટ-કરીઅરમાં T20 સદી, લિસ્ટ A ક્રિકેટમાં ડબલ સેન્ચુરી અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર હૅરી બ્રૂક જગતનો પાંચમો મેન્સ ક્રિકેટર બન્યો છે. અગાઉ વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ તથા ભારતના વીરેન્દર સેહવાગ, રોહિત શર્મા અને પૃથ્વી શૉ આ કમાલ કરી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 11:29 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK