તેમને બૉલમાંથી કોઈ વ્યૂહાત્મક ફાયદો મેળવવા માટે બૉલમાં ફેરફાર કરવા દેવો જોઈએ.’
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ મલાન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ મલાને બૉલ-ટૅમ્પરિંગ માટે વિચિત્ર નિવેદન આપ્યું છે. ૩૮ વર્ષના આ બૅટરે કહ્યું હતું કે ‘ક્રિકેટમાં બૅટ અને બૉલ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે બૉલ-ટૅમ્પરિંગના નિયંત્રિત સ્વરૂપને કાયદેસર બનાવવાનો વિચાર કરવો જોઈએ.’ છેલ્લે ૨૦૨૩માં ઇંગ્લૅન્ડ માટે રમનારા ડેવિડ મલાને કહ્યું હતું કે ‘આ રમતના ઇતિહાસમાં લોકો વર્ષોથી બૉલ સાથે ટૅમ્પરિંગ કરવાનો પ્રયાસ કરતા પકડાયા છે. તમે જાણો છો એ કંઈ નવું નથી. મને લાગે છે કે તેને કાયદેસર બનાવવું જોઈએ જેમ કે લોકોને બૉલને વધુ ઘસવાની છૂટ હોવી જોઈએ, પરંતુ કોઈ બાહ્ય સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ નહીં. આજકાલ બૅટ્સમેન એટલા કુશળ બની ગયા છે કે બોલર્સને થોડી છૂટ આપવી જોઈએ. તેમને બૉલમાંથી કોઈ વ્યૂહાત્મક ફાયદો મેળવવા માટે બૉલમાં ફેરફાર કરવા દેવો જોઈએ.’
