સ્પ્લિટ કોચિંગની અપીલ કરનાર દિલ્હી કૅપિટલ્સના માલિક પાર્થ જિન્દલ પર પ્રહાર કરતાં ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું...
ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર
વન-ડે સિરીઝમાં જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીરે ટીકાકારો પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપ બાદ સૌથી વધુ ટ્રોલિંગનો સામનો હેડ કોચ ગૌતમ ગંભીરને કરવો પડ્યો હતો.
ગંભીરે પ્રેસ-કૉન્ફરન્સમાં પોતાના ટ્રોલિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘લોકોએ એવી વાતો પણ કહી જેનો ક્રિકેટ સાથે કોઈ સંબંધ નહોતો. એક IPL ટીમના માલિકે તો સ્પ્લિટ કોચિંગ વિશે પણ લખ્યું હતું. એ તો આશ્ચર્યજનક છે. લોકોએ તેમની મર્યાદામાં રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો આપણે કોઈના ક્ષેત્રમાં પ્રવેશ ન કરીએ તો તેમને પણ અમારા અધિકારક્ષેત્રમાં પ્રવેશવાનો અધિકાર નથી.’
ADVERTISEMENT

પાર્થ જિન્દલ
ગંભીરે જે IPL ટીમના માલિકનો ઉલ્લેખ કર્યો તે દિલ્હી કૅપિટલ્સના માલિક પાર્થ જિન્દલ છે જેમણે ટેસ્ટ-સિરીઝ પર સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ભારતની કારમી ટેસ્ટ-સિરીઝ હાર વિશે લખ્યું હતું કે ‘જ્યારે રેડ બૉલના નિષ્ણાતોની પસંદગી કરવામાં આવતી નથી ત્યારે આવું થાય છે. આ ટીમ રેડ બૉલ ફૉર્મેટમાં આપણી ઊંડાં મૂળિયાંવાળી શક્તિને બિલકુલ પ્રતિબિંબિત કરતી નથી. ભારતને ટેસ્ટ-ક્રિકેટ માટે સ્પેશ્યલિસ્ટ રેડ બૉલ કોચ આપવાનો સમય આવી ગયો છે.`
ગૌતમ ગંભીર IPLમાં ચાર સીઝન દિલ્હી કૅપિટલ્સ માટે રમ્યો હતો.


